Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મોરબીમાં બાળપણની સાચી મજા આપવાનો પ્રયાસઃ રવિવારે શેરી રમતોનું આયોજન

મોરબી તા. ૭ : આજના મોબાઈલ યુગમાં શેરી રમતો ભુલાઈ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી રવિવારે મોરબીમાં ફનસ્ટ્રીટ કાર્યક્રમ હેઠળ જુદી - જુદી ૨૦ રમતો રમાડવા ઉપરાંત આરોગ્ય જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા આગામી ૧૧ ફેબ્રુઆરીને રવિવારના રોજ ફનસ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે જેમાં સવારે ૬.૩૦ થી ૧૦ વાગ્યા દરમિયાન જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે બાળકો થી માંડી અબાલ વૃધો માટે ઝુંબા, દોરડા ખેચ, ખો- ખો, કબડ્ડી, ડાન્સ, દોરડા કુદ, સ્કેટિંગ, નાગોલ, મ્યુઝિક ચેર, કરાટે, સાયકલિંગ, લાઈવ સ્કેચ, લાઈવ ટેટ, લખોટી, ટાયર ફેર, જમ્બો સાયસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત ૨૦ જેટલી રમતો રમાડાશે.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી વધુમાં જણાવે છે કે જુની રમતોમાં બાળપણની સાચી મજા અને નિજાનંદ રહેલો છે મોબાઇલ ગેમ્સ ના કારણે બાળકો આવી મજા માણી ન શકતા હોય તેમને બાળપણની સાચી મજા આપવાનો એક પ્રયાસ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કરવામાં આવનાર છે.ફન સ્ટ્રીટની સાથે સાથે લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આરોગ્ય જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવશે.શેરી રમતો જીવન્ત રાખવા મોરબીમાં રવિવારે ફનસ્ટ્રીટ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અબાલ વૃધ્ધોને જુદી - જુદી ૨૦ રમતો રમાડાશે.

(12:48 pm IST)