Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

હવે સૌરાષ્ટ્રની પાલિકાની ચૂંટણીનું ૧૭મીએ મતદાન

ર૬ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૮૮૯ ઉમેદવારો મેદાનમાં ચિત્ર સ્પષ્ટ

રાજકોટ, તા. ૮ :  ૧૭ મી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છની પાલિકાની ચૂંટણી માટે મતદાન થશે અને આ માટે ર૬ નગરપાલિકામાં ૧૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે. ગઇકાલે અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચાતા ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે.

કોડીનાર

કોડીનાર નગરપાલીકા ચુંટણીમાં ફોર્મ પરત ખેંચવાના આજે અંતિમ  દિવસે વોર્ડ નં. ૭ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર હર્ષાબેન જગદીશભાઇ ચૌહાણ ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ફટકો પડતા ભાજપ ગેલમાં આવી ગયું છે. કોંગ્રેસની મહિલા ઉમેદવાર ઉપરાંત વોર્ડ નં. ૭માં બે અપક્ષ ઉમેદવાર નાથાભાઇ લખમણભાઇ સોલંકી અને પ્રતાપભાઇ દુદાભાઇ બારડે અને વોર્ડ નં. ૪માં અપક્ષ ઉમેદવાર ભાવેશભાઇ ભાણાભાઇ દમણીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા કોડીનાર નગર પાલીકાની ૭ વોર્ડ ની ર૮ બેઠક માટે રપ ભાજપાં ર૭ કોંગ્રેસના અને ૯ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૬૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે અને આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ થશે.

ગારીયાધાર

ગારીયાધાર નગરપાલીકા ચૂંટણીના આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે આજે એક અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું.

જેમાં વોર્ડ નં.૬માં અપક્ષ ઉમેદવારી કરનાર દેવસંગભાઇ રણછોડભાઇ જાદવ, દ્વારા ફોર્મ પરત ખેંચાયુ હતું. જે બાદ થતાં કુલ ૭૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.

ગારીયાધાર ન. પા. ચૂંટણીનો જંગ ખેલાઇ રહ્યો છે. તેવામાં વોર્ડ નંબર પમાં સંગ્ગા કાકા-ભત્રીજા સામ-સામે ચૂંટણી ખેલી રહ્યા છે. જેમાં કોંગ્રેસના ભાવેશભાઇ હિરજીભાઇ ગોરસીયા અને ભાજપનો કનુભાઇ પરસોતમભાઇ ગોરસીયા વચ્ચે ખેલ ખેલાશે. જયારે ભાજપાના અસંતુષ્ઠ જુથ દ્વારા પણ વોર્ડ નંબર-ર,૪ અને પમાં ભાજપાના ઉમેદવારને હરાવવા મટો મહેનત કરવામાં આવશે તેવું જણાઇ રહ્યું છે.

વળી, ગત ટર્મના ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા હિંમતભાઇ દેવજીભાઇ માણીયા-વોર્ડ-૧, નઝીરમીયા સાલમમીયા સૈયદ વોર્ડ -૩ અને ભાવેશભાઇ ગોરસીયા વોર્ડ-પ, આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

ધોરાજી

ધોરાજી : નગરપાલીકાની ચુંટણીમાં કુલ ૧પ૧ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ફોર્મ ચકાસણી અને આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કુલ પ૩ ફોર્મ ચકાસણી અને ખેંચાતા ૯૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

જેમાં વોર્ડ નં. ૧માં કોંગ્રેસના ઉમેદાવર મંજુલાબેન રવજીભાઇ ભરવાડ એ ફોર્મ ભરતા સમયે ર સેનાનો દર્શાવેલ હતા જે ફોર્મ ચકાસણી સમયે અરજદાર મુસ્તાક હનીફ ઘાંચી એ ફરીયાદ કરેલ કે મંજુલાબેન ભરવાડને બે સંતાનો નથી તેમને ૩ સંતાનો છે જેના પુરાવા રજુ કરતા જે અંગે ચૂંટણી અધિકારી તુષાર જોષી અને ખીમાણીભાઇ- મહેન્દ્રભાઇ ડોડીયા વિગેરે ગઇ મોડી રાત્રી સુધી ચકાસણી કરી તપાસ કરતા ૩ સંતાનો સાબીત થતા કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ અને ર૧ થતા વોર્ડ નં.૧માં કોંગ્રેસે ૧ મહિલા સીટ ગુમાવેલ હતી. તેમજ કુલ ૧પ૧ ઉમેદવારો ફોર્મ ચકાસણી અને ૭ ફોર્મ જેમાં વોર્ડ નં. ૩માં એનસીપીના ર ઉમેદવારો કોંગ્રેસના ૧ તેમજ વોર્ડ નં. રમાં અપક્ષ વોર્ડ નં. પમાં અપક્ષ વોર્ડ નં. ૬માં અપક્ષ અને વોર્ડ નં. ૭માં એનસીપી કુલ ૭ ફોર્મ પાછા ખેંચતા અને ફોર્મ ચકાસણીમાં ફોર્મ ર૧ થતા હવે કુલ પ૩ ફોર્મ ચકાસણી અને ખેચાતા હવે ૯૭ ઉમેદવારો મેદાનમાં છે.

વોર્ડ નં. ૩માં કોગ્રેસના ઉમેદવાર મકબુલભાઇ ગરાણા તેમની સામે એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા જ સભ્યોમાંથી કોંગ્રેસના મકબુલ ગરાણા બીનહરીફ જાહેર કરેલ હતા.

હાલમાં ધોરાજી નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ એનસીપી અને અપક્ષો વચ્ચે જંગ ખેલાયો છે.

ઉપલેટા

ઉપલેટા : નગરપાલીકાની નયા સિમાંકન મુજબ ૯ વોર્ડ અને ૩૬ ઉમેદવારો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે તા. ૬-ર-૧૮ના રોજ ચિત્ર સ્પષ્ટ થતા ભાજપના ૩૬ કોંગ્રેસ ૩૬ બહુજન સમાજ પાર્ટીના ૧૦ એન.સી.પી.ના ૬, સામ્યવાદી -ર, અપક્ષ-પ ટોટલ ઉમેદવારો ૯પ પાલીકાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

કે.અ ેમ. દોશી મો. ૯૩૭૪૮ ૧૭૦૩૬ ઉપલેટા.

ભાજપા દ્વારા ગત ટર્મના સંદેશના પ્રસિધ્ધ થયેલા અહેવાલ પ્રમાણે વિમળાબેન મીઠાભાઇ વણઝારા, વલ્લભભાઇ જાદવ, રમેશભાઇ વાઝા, વિમળાબેન ગોપાણી, ગીતાબેન વાઘેલા, ગૌરીબેન બારૈયા, અને સવજીભાઇ દેવાણીને ફરીવાર ટીકીટ આપવામાં આવી છે.

જયારે સમગ્ર ચૂંટણી દરમિયાન વોર્ડ નં. ૪ માં ન.પા. પ્રમુખ વલ્લભભાઇ જાદવ માટે ભારે કપરા ચઢાણ જેવો માહોલ સજાર્યો છે. વોર્ડ ૪ માં અપક્ષ ઉમેદવાર તરીકે નિરંજનભાઇ જાની અને નટુભાઇ ભાલીયાના માતુશ્રી અંજુબેન દ્વારા કોંગ્રેસમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે. પ્રમુખને ધુળ ચટાવવા માટે અસંતુષ્ઠ જૂથ ઉપરાંત કોળી સમાજના કેટલાક તરવરીયા યુવાનો પણ સામે આવી રહ્યું જેનું નુકશાન સળંગ પેનલ પર જોવાશે.

ભાવનગર

ભાવનગર : તળાજા નગરપાલીકાની ચૂંટણી ને લઇ ઉમેદવારી પરત ખેંચવાના આજના દિવસે અપક્ષ ૧૩ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. પ્રાથમિક દ્રષ્ટીએ તમામ વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. તેમની સાથે ભાજપએ સંતોષ કારક ટીકીટ ન ફાળવતા ભુદેવોએ ભરેલા અપક્ષ ફોર્મ ભારે દબાણ વચ્ચે પણ પરત ન ખેંચી રોષ યથાવત રાખ્યો છે. ભાજપ માટે ભુદેવ અને સિપાઇ સમાજની બાદબાકી કપરી બની રહે તેવા એંધાણ છે.

આજે ઉમેદવારી પત્રક ખેંચવાનો એકમાત્ર દિવસ અને મર્યાદિત સમય હોઇ ખાસ કરીને અપક્ષ ઉમેદવારો પર ઉમેદવારી પરત ખેંચવા ભારે દબાણ થયુ હતું. જેમાં વર્તમાન બોડીના પ્રથમ ટર્મના ભાજપના  ઉપપ્રમુખ નસીબખા પઠાણ સહિતના તેર અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાંથી ખસી ગયા છે.

બીજી તરફ ભાજપ તરફથી ભુદેવોને સંતોષકારક પ્રાધન્ય ન મળવાના કારણે સંગઠીત થઇ રોષીત થયેલા ભુદેવ વિપુલ મહેન્દ્રભાઇ વ્યાસ અને સતીષ્ભાઇ પંડયાએ ભારે દબાણને તાબે ન થઇ ફોર્મ પરત ન ખેંચી ભાજપ વિરૂધ્ધ રોષ જાળવી રાખ્યો હતો.

બીજી તરફ રાજકીય ઘટના એવી પણ બની હતી કે રાજકીય પક્ષોની બનેલી પેનલોમાં અમુક નબળા ઉમેદવાર આવી ગયા હોઇ જેનાા કારણે સંબંધીતોએ ઠાલવેલો રોષ ચર્ચાનો વિષય બન્યો હતો. 

ચૂંટણી જંગ પહેલા જ કોંગ્રેસને એક બેઠક બીન હરીફ મળી ગઇ છે. ત્યારે વોર્ડ નં. ૩ અને ૭ માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સિધો જંગ છે. તો આજે ચિત્ર સ્પષ્ટ થતા વોર્ડ નં. ૧ માં એક અપક્ષ ગોરડીયા સુરેશભાઇ મેદાનમાં છે. વોર્ડ નં. ર માં વ્યાસ વિપુલભાઇ તથા ભરવાડ જેઠીબેન નોંધભાઇ અપક્ષ તરીકે  લડી રહ્યા છે. વોર્ડ નં. ૪ માં અપક્ષ તરીકે ચુડાસમ અરવિંદભાઇ બારૈયા વનીતબેન તથા જનચેતન પાર્ટીન ભટ્ટ ચંદ્રકાંતભઇ પણ મેદાનમાં છે. વોર્ડ નં. પ મં મુલતની સલીમભાઇ અમીભઇ અપક્ષ લડી રહ્ય છે. જયરે વોર્ડ નં. ૬ માં સરવૈય પ્રકશ ભરતકુમાર અને ભુદેવ આગેવન પંડયા સતિષચંદ્ર અપક્ષ તરીકે પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહયા છે.

વોર્ડ નં. ૬ પર ખરાખરીનો પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે તેથી નગરજનોની નજર આ વોર્ડ પર મંડાયેલી રહેશે.

તળાજ પાલીકાનું ચૂંટણી જંગ જીતવની વ્યુહ રચના ટીકીટ વહેંચણી થી લઇ શરૂ થય છે. જેમાં પાલીકાની ચૂંટણીમાં ઇતિહસમાં  પ્રથમ વખત ઇસ્માઇલી ખોજાને કોંગ્રેસ તરફથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વોર્ડ નં.૭ માં નોંધપાત્ર મતદાન છે. મહીલા ઉમેદવાર તરીકે લાખાણી શહેનાજબેન મહેબુબભાઇને ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત ભાજપમાંથી બ્રાહ્મણ અને સિપાઇ સમાજમાંથી પણ કોઇ ઉમેદવાર નથી.

મહામંત્રી ગુરૂવારે તળાજામાં

તળાજા નગરપાલીકામાં છેલ્લા પંદર વર્ષથી ભાજપનું શાસન છે. આ ચૂંટણીમાં સત્તા છીનવાઇ નહી તેની વ્યુહ રચના માટે ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા બપોરે ૧.૩૦ કલાકે બરક સમાજની વાડી ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. શહેર પ્રમુખ પરેશભાઇ જાનીએ હાજર રહેવા કાર્યકર્તાઓને જણાવ્યું છે.

ભાવનગર

ભાવનગર : જિલ્લાની ત્રણ નગરપાલીકા અને પાલીતાણા નગરપાલીકાના એક વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણીમાં આજે મંગળવારે ઉમેદવારી પરત ખેંચવા નાં અંતિમ દિવસે કુલ ર૬ર ઉમેદવરો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જેમાં ખાસ કરીને તળાજા નગરપાલીકાના ૭ વોર્ડ માં દરેક વોર્ડમાં બે પુરૂષ અને બે મહિલા ઉમેદવારો સહિત ર૮ બેઠકોની ચૂંટણી થવાની છે. જેમાં વોર્ડ નં. ૩ માં ભાજપના એક ઉમેદવાર બહેને પોતાની  ઉમેદવારી ફોર્મ નહી ભરતા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જીલુબેન મહંમદભાઇ નાગરીયા બીન હરીફ ચૂંટાયા છે. જયારે હવે ભાજપના ર૭, કોંગ્રેસના ર૮, જનચેતના પાર્ટીના ૧, અપક્ષ-૯ સહિત કુલ ૬પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.

જયારે સિહોર નગરપાલીકાનાં ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે ચૂંટણી થવાની છે, જેમાં કોંગ્રેસ અને ભાજપનાં બન્ને ૩૬-૩૬ ઉમેદવારો ઉપરાંત બસપા ૧૦, પરીવર્તન પાર્ટી-૧૦, અપક્ષો -ર૯, સહિત કુલ ૧ર૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશોે.

ગારીયાધાર નગરપાલીકાન ૭ વોર્ડ ની ર૮ બેઠકો માટે ચૂંટણી થશે. જેમાં ભાજપ-ર૮, કોંગ્રેસ-ર૮, બસપા-૧, પરીવર્તન પાર્ટી-૧૦, અપક્ષ ૯ સહિત કુલ ૭૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.

જયારે પાલીતાણા નગરપાલીકાના એક વોર્ડની એક બેઠક ઉપર ચૂંટણી થશે. જેમાં આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ  દિવસે ભાજપ-૧, કોંગ્રેસ-૧, અપક્ષ-૩ સહિત કુલ પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

આમ તળાજા-૬પ, શિહોર-૧ર૧, ગારીયાધાર-૭પ અને પાલીતાણા-પ સહિત કુલ ર૬ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

(11:50 am IST)