Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ઉપલા દાતાર પુ.વિઠ્ઠલબાપુની નિશ્રામાં મેળા દરમ્યાન યાત્રિકો માટે અવિરત અન્નક્ષેત્ર

જુનાગઢ તા.૭: અલખના ઓટલે જયા દીનદુખીયાના દર્દ દુર કરી ભોજન સાથે ભકિતની રસલ્હાણ થાય તેવી ઐતિહાસીક ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન ઉપલા દાતારની જગ્યા આવેલી છે.ઉપલા દાતાર પાસે નવાબી કાળથી પાંચ પાંચ દાયકા સુધી પૂજય શ્રી પટેલ બાપુએ અવિરત સેવા પુજા કરી ભુખ્યાને ભોજન આપવાની અલખ ધુણી ધખાવેલ તે ચીલો હાલના ગાદીપતિ શ્રી વિઠ્ઠલબાપુએ જાળવી રાખ્યો છે અને સેવામાં ઉતરોતર વધારો કર્યો છે.

શિવરાત્રી મેળા દરમ્યાન ઉપલા દાતાર ખાતે મહંત શ્રી વિઠ્ઠલબાપુ ગુરૂશ્રી પટેલ બાપુ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમ્યાન ઉપલા દાતારની જગ્યા ખાતે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડે છે.ત્રણ હજાર પગથિયા ચડીને ઉપર આવતા યાત્રિકોની સુખાકારી માટે ઉપલા દાતાર ખાતે છ છ દિવસ યાત્રિકો માટે અવિરત અન્નક્ષેત્ર ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

તદ્દ ઉપરાંત ડેમ નજીક દાતાર જવાની સીડી ખાતે દાતાર સેવકો દ્વારા ઉપલા દાતાર દર્શને આવતા યાત્રિકો માટે એક રાવટી નાખી વિનામૂલ્ય ચા-પાણી છાસની અવિરત સેવા પુરી પાડવામાં આવે છે.

શિવરાત્રી મેળા દરમ્યાન દર્શને આવનાર યાત્રિકોને અન્નક્ષેત્ર તેમજ ચા-પાણી છાસનો પાવન પ્રસાદીનો લેવા મહંતશ્રી વિઠ્ઠલબાપુ અને સેવકગણે અપીલ કરી છે.

(11:37 am IST)