News of Wednesday, 3rd January 2018

ગોંડલના મોવિયા ગામે સહકારી મંડળીમાંથી ૧૩૬૦૦ની ચોરી

ગોંડલ તા. ૩: તાલુકાના મોવિયા ગામે તસ્કરો સહકારી મંડળીની ઓફિસમાં પ્રાપ્ત રેકર્ડ રકમ ચોરી કરી ગયા હતા.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ મોવિયા સહકારી મંડળીના તાળા તોડી ગતરાત્રીના તસ્કરોએ પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ ૧૩૬૦૦ રોકડ રકમની ચોરી કરી જતા મંત્રી સુરેશભાઇ ગોરધનભાઇ રૈયાણી દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વાય. બી. રાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:26 am IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST