નવભારતના નિર્માણ અર્થે પ્રાસલામાં શનિવારથી રાષ્ટ્રકથા શિબિર : ભારતીય સંસ્કૃતિના સાર્વભૌમત્વને ટકાવી રાખવા માટે રાષ્ટ્રનિર્માણની ભાવના યુવાનોમાં વિકસાવવી જરૂરી છે : સ્વામી ધર્મબંધુજી : એક સાથે ૧૬ હજાર યુવક - યુવતીઓને આઠ દિવસ સુધી અપાશે શારીરિક, બૌદ્ધિક અને આત્મજાગૃતિનું પ્રશિક્ષણ : ભારતીય સેનાના જવાનોનું સ્તુત્ય યોગદાન : ગૌસેવા, માનવસેવા અને રાષ્ટ્રસેવા અર્થે જીવન સમર્પિત કરી દેનાર સ્વામી ધર્મબંધુજી આયોજીત રાષ્ટ્રઘડતર શિબિરમાં જોડાશે દેશભરમાં બૌદ્ધિકો : સામાજીક ચેતના જાગૃત કરવાનું વિરાટ અભિયાન : માત્ર ગુજરાત નહિં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામથી માંડીને જમ્મુ - કાશ્મીર સહિત કુલ ૨૬ રાજયોમાંથી યુવક - યુવતીઓ શિબિરમાં સામેલ થશે (4:36 pm IST)

સમાચાર ફટાફટ

વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી?: (5:29 pm IST)

દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા: (5:29 pm IST)

મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી: (5:29 pm IST)

લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે: (5:28 pm IST)

બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ: (4:22 pm IST)

હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે.: (4:21 pm IST)

ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ.": (4:05 pm IST)

બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા.: (3:51 pm IST)

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.: (3:43 pm IST)

જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી: (12:19 pm IST)

ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ : (11:24 am IST)

હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે.: (11:05 am IST)

ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી: (1:17 pm IST)

મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી.: (10:57 am IST)

દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી: (11:24 am IST)

દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ.: (10:53 am IST)

જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ: (10:42 am IST)

લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે.: (10:00 am IST)

જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે.: (9:52 am IST)

મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે: (9:07 am IST)

બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં: (8:44 am IST)

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે.: (10:12 am IST)

બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે.: (10:13 am IST)

ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે : (11:24 am IST)

મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો : (11:24 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા