Gujarati News

Gujarati News

મનોજ અગ્રવાલ ૨૫ કરોડના બંગલામાં નહિ રહી શકેઃ રજા લેવા એસપીની મંજૂરી લેવી પડશે, આ મોટી સજા છેઃ જગજીવન સખીયા: ૭૫ લાખના તોડના ફરિયાદી જગજીવન સખીયા, કિશોર સખીયા અને કિશન સખ્‍યાએ માન્‍યો સરકારનો આભારઃ કહ્યું-અમારી ફરિયાદને સાચી ગણી સરકારે તપાસ કરાવી જે પગલા લીધા છે તેનાથી અમે સંતુષ્‍ટ : સખીયાએ કહ્યું- સીપીની બદલી થઇ અને બીજા ત્રણને સસ્‍પેન્‍ડ કરાયાઃ આ તમામ સામે એસીબી તપાસનો આદેશ થયો, આનાથી વિશેષ પગલા શું હોઇ શકે? મારા ૭૫ લાખ વિશે એટલુ કહીશ કે-સ્‍મશાને ગયેલા લાકડા લગભગ પાછા આવતા હોતા નથી : રાજકોટમાં અનેક પ્રમાણિક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ છે : જેઓ સતત પ્રજા માટે કામ કરે છે આ બધાને અમારી સેલ્‍યુટઃ તેઓનું મોરલ ડાઉન ન થાય એ ખાસ જરૂરીઃ જગજીવનભાઇ સખીયા : ૭૫ લાખ પાછા મળી ગયા? એવું પુછાતાં જગજીવનભાઇએ કહ્યું-સ્‍મશાને ગયેલા લાકડા પાછા આવતાં હોતાં નથીઃ જો એ મને પાછા આપે તો સાબિત થઇ જાય કે એમણે લીધા'તાઃ એસીબી તપાસ કરી રકમ રિકવર કરે પછી ખબર પડે : લાંચ આપવી એ પણ ગુનો છે, એ હું જાણુ છું, એસીબી મારી સામે પણ કાર્યવાહી કરે તો હું તૈયાર છું: પરંતુ લાંચ વગર કામ નથી થતાં એ હકિકત છેઃ સખીયા તોડકાંડની તપાસ બાદ સરકારે જે પગલા લીધા તેનાથી ભરપુર સંતોષ થયાની લાગણી દર્શાવતા જગજીવનભાઇ સખીયા, મહેશભાઇ સખીયા અને કિશન સખીયા access_time 3:16 pm IST