Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

યુનિ.ના સિન્‍ડીકેટ મેમ્‍બર ધરમ કાંબલીયાનો કલેકટરને પત્ર સરકીટ હાઉસમાં સીસીટીવી કેમેરા નથીઃ જવાબદારી કોની?!

ટ્રાફીક સિગ્નલ ઉપર થોભતા વાહન ચાલકોને પોલીસની હાજરીમાં ભીખારીઓ હેરાન કરી મૂકે છે... : બની બેઠેલા અમુક રાજકીય આગેવાનોની ટોળીઃ દેખાવો કરી પ્રજાને બાનમાં લે છે...

રાજકોટ તા. ૩૧: સૌરાષ્‍ટ્ર યુનિ.ના સિન્‍ડીકેટ મેમ્‍બરની ધરમ કાંબલીયાએ કલેકટરને પત્ર પાઠવી શહેરના નગરજનો માટે સુખાકારી સુચનો કર્યા છે.
સુચનોમાં ઉમેર્યું છે કે, રાજકોટ શહેરમાં મોટા મોટા સર્કલો કે જયાં ખૂબ જ ટ્રાફિક થાય છે. (જેમ કે ઇન્‍દિરા સર્કલ, કે.કે.વી. સર્કલ વગેરે) જયાં સિગ્નલ હોવાથી ફરજિયાત પણે લોકોએ વાહનો થોભાવવા પડે. જયારે સિગ્નલ બંધ હોય ત્‍યારે મહિલાઓ, વડીલો, વિદ્યાર્થીનીઓ તેમજ બાઇક તથા કારમાં જતા રાજકોટના નાગરીકોને દરેક ચોકમાં ભીખારી બહેનો તથા ભાઇઓ તથા ભીખારી જેવા સ્‍વાનમાં ઉઘરાણું કરતા ભાઇઓ-બહેનો કાયદેસર મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓ તેમજ બાઇક તથા કાર ચાલકોને નુકશાન પહોંચાડીને ધરાર રૂપિયા ઉઘરાવે છે. આ બિનકાયદેસર પ્રવૃતિ તાત્‍કાલિક બંધ કરાવવી.
રાજકોટ શહેરમાં રોજબરોજ એક ફેશન થઇ ગઇ છે બની બેઠેલા અમુક રાજકીય આગેવાનોની ટોળી રોજબરોજ અખબારોમાં પોતાની તસ્‍વીરો છપાઇ તેના માટે રાજકોટના જાહેર માર્ગો પર દેખાવો કરીને રાજકોટની પ્રજાને બાનમાં લે છે. આવા ડમી આગેવાનો સમાજને ફાયદો થાય તેવા નામ સાથે આંદોલન કરે છે. રાજકોટ પોલિસના ઘણા બધા જવાનો આવા લોકોને હિસાબે પોતાનો કાયદો સાચવવાને બદલે આવા લોકોને હેડકવાર્ટરે લઇ જવામાં સમયનો દુરઉપયોગ કરે છે. તેમજ તેમને ત્‍યાંથી છોડી મુકે છે તે પણ તદન ખોટી પરંપરા છે. આવા લોકોને અદાલતમાં હાજર કરીને ન્‍યાયધિશ જે ન્‍યાય આપે એ જ રીતે અમલ કરવો જોઇએ.
રાજકોટ ખાતે સરદાર બાગ (સર્કિટ હાઉસ) આવેલ છે. આ અતિથિ ગૃહ સરકારના પી.ડબલ્‍યુ.ડી. વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. અહીં ભારતના તેમજ રાજયના મોસ્‍ટ વી.વી.આઇ.પી. લોકોને સરકાર દ્વારા રહેઠાણની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. અહીં ભારતના રાષ્‍ટ્રપચિત, વડાપ્રધાન, મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીગણ તથા આઇ.અ.ે.એસ. કે આઇ.પી.એસ. કક્ષાના લોકો અહીં રહે છે. પરંતુ આヘર્યની વાત એ છે કે અહીં આજની સાંપ્રત પરિસ્‍થિતિમાં સુરક્ષા ખૂબ જ જરૂરી છે. છતાં અહીં એકપણ કેમેરો નથી. રાજકોટ પોલિસ કમિશ્‍નરશ્રી તેમજ મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી દ્વારા જાહેરનામું હોવા છતાં આવી ખૂબ જ મહત્‍વની જગ્‍યા ઉપર કેમેરા ન હોવું તે શું દર્શાવે છે? અહીં ઉતરતા લોકો ખૂબ જ રાજય તથા દેશના મહત્‍વના તેમજ જવાબદાર લોકો છે. છતાં આવી બેદરકારીની જવાબદારી કોની? તેમજ સુરક્ષા માટે પણ કોઇ જાતની વ્‍યવસ્‍થા છે નહિં. અહીં ખૂબ જ મહત્‍વ જગ્‍યા પર આવી વ્‍યવસ્‍થા નથી. તેમજ તેમનો સ્‍ટાફ પણ તાલીમ પામેલ નથી માટે તાત્‍કાલિક સારા અધિકારીની અહીં નિમણુંક કરવી.
રાજકોટ જિલ્લાની હદમાં આવેલ ટોલનાકા જે એન. એચ. એ. આઇ.ના અંડરમાં આવે છે. અહીં લોકો પાસેથી પસાર થવા માટે નકકી થયેલ દરના રૂપિયા આપ્‍યા બાદ જ ટોલનાકામાંથી જવા દે છે લોકો આનો અમલ સ્‍વયં કરે છે. પરંતુ એન.એચ.એ.આઇ. દ્વારા આ ટોલનાકાના કોન્‍ટ્રાકટરો દ્વારા ત્‍યાં અપાતી સુવિધાનો અમલ સદંતર કરતા નથી. જેમ કે ઓથોરીટીના નિયમ મુજબ મહિલા તેમજ પુરૂષો માટે વોશરૂમ તેમજ પીવાનું પાણી તે ઉપરાંત મેડીકલ તેમજ અન્‍ય સુવિધાઓ એકપણ જગ્‍યાએ છે જ નહિં. આ બધી ફેસીલીટીઓ ફરજિયાત આપવાની હોય છે, માટે આપના દ્વારા તાત્‍કાલિક એન.એચ.એ.આઇ. તે આદેશ આપીને કે દંડ કરીને આ ફેસીલીટીઓ તાત્‍કાલિક ચાલુ કરાવવી.

 

(4:03 pm IST)