Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

આજી નદીના પટમાં ખડકાયેલ ૧૮૦ બાંધકામો દુર કરાશેઃ નોટીસ ફટકારાઇ

મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખાએ પહેલીવાર વિજીલન્‍સ અને પોલીસને સાથે રાખી જંગલેશ્વર અને ભગવતીપરામાં કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૧ :.. શહેરમાં આજી રીવર ફ્રન્‍ટનું કામ ગતિથી ચાલી રહ્યું છે, ત્‍યારે ગઇકાલે ભાજપના ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે મનપાના અધિકારીઓ - પદાધિકારીઓ સાથે મીટીંગ કરી રિવર ફ્રન્‍ટના કામ સાથે ચોમાસા પહેલા આજી નદીની સફાઇ કરવા રજૂઆત કરેલ. જે અનુસંધાને તંત્રવાહકો દ્વારા ઝડપથી આજીની સફાઇ અને   પ્રિ-મોનસુન કામગીરી શરૂ કરી છે.

આજે સવારે આજી નદીના પટમાં આવેલ જંગલેશ્વરઅને ભગવતીપરા વિસ્‍તારની ૧૮૦ કાચા-પાકા બાંધકામોને હટાવવા નોટીસ આપવામાં આવી છે. આ બાંધકામો નદીના વહેણમાં અવરોધ ઉભો કરે છે, જેથી નદીનું પાણી, કચરો અને અન્‍ય ચીજ વસ્‍તુઓ આગળ લઇ જઇ શકતુ ન હોવાથી ગંદકી ઉભી થઇ રહી હતી.મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા કલમ જીપીએમસી ર૬૦/૧ મુજબ બાંધકામો પાડવાની નોટીસ આપવા પહેલીવાર વિજીલન્‍સ અને પોલીસ બન્નેને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:56 pm IST)