Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

બામણબોરમાં કોળી પરિવાર ઉપર હુમલો કરવાના ગુનામાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ૩૧: બામણબોરમાં કોળી પરિવાર ઉપર હુમલો કરનાર આરોપીઓની રેગ્‍યુલર જામીન અરજીને સેશન્‍સ કોર્ટે મંજુર કરી હતી.
રાજકોટની ભાગોળે બામણબોર ગામે રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રોહિત દિનેશભાઇ કણસાગરા નામના કોળી યુવાનને બામણબોર ગામે પાડોશમાં રહેતા સંજય લલિત મકવાણા, લાલજી અમરશી, ચિરાગ રમેશ, રમેશ ગણેશ, લક્ષ્મણ કનુ, મંજુ રમેશ, શૈલેષ રમેશ, અમરશી ગણેશ અને શોભના લલિત મકવાણા સામે એરપોર્ટ પોલીસ મથકમાં માર મારી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
ત્‍યારબાદ થોડીવાર પછી સંજય અને તેના પરિવારજનો રોહિત પાસે ધોકા-પાઇપ અને લાકડી સાથે ધસી આવી તેના પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં એરપોર્ટ રોડ પોલીસ મથકના સ્‍ટાફે ઇ.પી. કોડ કલમ-૩ર૩, ૩ર૪, ૩રપ, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩પ૪-સી તથા જી.પી. એકટ કલમ-૧૩પ મુજબનો ગુનો દાખલ કરી તમામ શખ્‍સોની શોધખોળ હાથ ધરી હોય જેમાં પોલીસે આરોપી લલીતભાઇ ગણેશભાઇ મકવાણા તથા લક્ષ્મણભાઇ કનુભાઇ મકવાણાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરેલ હોય અને જેલ હવાલે કરેલ હતો.
આરોપીએ રેગ્‍યુલર જામીન ઉપર છૂટવા માટે ચાર્જશીટ થતા પહેલા પોતાના રાજકોટના યુવા એડવોકેટ રાહુલ બી. મકવાણા મારફતે રેગ્‍યુલર જામીન અરજી સેશન્‍સ કોર્ટમાં દાખલ કરેલ હોય, જે અરજી સાંભળવા પર આવતા જેમાં સરકાર પક્ષે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા અને જામીન અરજી રદ કરવા વિનંતી કરેલ હતી, જે અરજીના કામે આરોપી તરફે તેમના એડવોકેટ દ્વારા વિસ્‍તાર પૂર્વકની દલીલો કરેલ જેમાં જણાવેલ કે, ઇજા પામનાર હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થઇ ગયેલ છે તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતાં નામદાર કોર્ટે દલીલો માન્‍ય રાખીને આરોપીઓને રેગ્‍યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામે આરોપીઓ તરફે રાજકોટના યુવા એડવોકેટ રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી. બોડા, રવિ વી. રાઠોડ, અશ્‍વિન ડી. પાડલીયા રોકાયેલ હતા.

 

(3:55 pm IST)