Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

ફાયનાન્‍સ કંપનીમાંથી લોન મેળવીને આપેલ ચેક રિટર્નના કેસમાં ચોટીલાના વેપારીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૩૧: અત્રે ડી.એસ. ઇન્‍ટીગ્રેટેડ ફીન્‍સેક પ્રા. લી. ફાઇનાન્‍સ કંપનીમાંથી લોન મેળવી, લોન પેટે આપેલ ચેક રીટર્ન થતાં ચોટીલાનાં વેપારીને એક વર્ષની સજાનો હુકમ રાજકોટ સ્‍પે. નેગોશીયેબલ કોર્ટ કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી ડી. એસ. ઇન્‍ટીગ્રેટેડ ફીન્‍સેક પ્રા. લી. રાજકોટ મુકામે ફાઇનાન્‍સને લગતો બીઝનેસ કરે છે. ચોટીલાનાં રહીશ હિતેષભાઇ રણછોડભાઇ પ્રજાપતિ પોને બીઝનેસ ધરાવે છે અને તેઓને તેઓનાં ધંધા માટે નાણાંની જરૂરીયાત ઉપસ્‍થિત થતાં ફરીયાદી કંપની પાસેથી રૂા. પ,રપ,૦૦૦/- ની લોન મેળવેલ. આરોપી હિતેષભાઇ રણછોડભાઇ પ્રજાપતિએ ફરીયાદી કંપની પાસેથી મેળવેલ લોનની લેણી રકમ પેટે રૂા. પ,૧૭,૧૮પ/- અંકે રૂપિયા પાંચ લાખ સતર હજાર એકસો પંચ્‍યાસી પુરાનો ચેક લખી આપેલો.
આ ચેક ફરિયાદી કંપનીએ તેઓની બેંકમાં વસુલ થવા રજુ કરતાં ચેક ‘‘ફંડ ઇનસફીશીયન્‍ટ''ના શેરા સાથે પરત ફરેલ. જેથી ફરીયાદી કંપનીએ કાયદાની જોગવાઇ મુજબ તેઓના એડવોકેટશ્રી મારફત આરોપી હિતેષભાઇ પ્રજાપતિને લીગલ ડીમાન્‍ડ નોટીસ મોકલેલ. જે નોટીસ હિતેષભાઇ પ્રજાપતિને મળી જવા છતાં તેઓએ ફરીયાદી કંપનીને ચેક મુજબની લેણી રકમની ચુકવણી કરેલ નહિં, જેથી ફરીયાદી કંપનીએ તેઓના એડવોકેટશ્રી મારફત રાજકોટની સ્‍પે. નેગો. કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.
આ ફરીયાદ ચાલતા દરમ્‍યાન ફરીયાદી કંપની તરફથી લોક દરખાસ્‍ત ફોર્મ, લોન એગ્રીમેન્‍ટ, પ્રોમીસરી નોટ, સ્‍ટેટમેન્‍ટ ઓફ એકાઉન્‍ટ એમ જુદાં-જુદાં ૧૦ દસ્‍તાવેજો રજુ રાખેલ. આરોપી તરફે પણ આર્બીટેશનનો હુકમ, મોર્ગેજ ડીડ અન્‍વયે કરવામાં આવેલ દાવો વિગેરે દસ્‍તાવેજો રજુ રાખેલ હતા.
ફરીયાદી પોતાનો કેસ સાબિત કરવામાં સફળ થયેલ હોવાનું કોર્ટે માનેલ અને આરોપીએ રજુ રાખેલ પુરાવાઓ દ્વારા પણ આરોપી ફરીયાદીની ફરીયાદનું કોઇપણ રીતે ખંડન કરી ન શકેલ હોવાનું માની આરોપી હિતેષભાઇ પ્રજાપતિને વટાવખત અધિનિયમ અન્‍વયેદોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે. તેમજ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩પ૭(૩) મુજબ ચેકની રકમ રૂા. પ,૧૭,૧૮પ/- એક માસની અંદર ચુકવવા હુકમ કરેલ. જો ચેકની રકમ એક માસમાં ચુકવવામાં આરોપી નિષ્‍ફળ જાય તો વધુ એક માસની સજા ભોગવવા હુકમ કરેલ હતો.
આ કામમાં ફરીયાદી ડી. એસ. ઇન્‍ટીગ્રેટેડ ફીન્‍સેક પ્રા. લી. કંપની વતી ધારાશાષાી શ્રી ગીરીરાજસિંહ સી. જાડેજા, મહિરાજસિંહ સી. જાડેજા, અજય એન. ચાંપાનેરી, હરેશ ભટ્ટ, શિવાની ચાંપાનેરી, તન્‍વી બી. શેઠ રોકાયેલા હતાં.

 

(3:54 pm IST)