Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

પુષ્કર પટેલની કોઠાસુઝથી મનપાને રૃા. ૧૦ લાખનો ફાયદો

પીપીપીના ધોરણે કટારીયા સર્કલ ડેવલોપ કરવા બે પેઢીઓ વચ્ચે માત્ર ૧ રૃા.નું જ અંતર હતુઃ સ્ટે. ચેરમેને સૂઝબૂઝ દ્વારા બંધ કવરમાં નવા ભાવ મંગાવ્યા

રાજકોટ તા. ૩૧ : શહેર ખૂબ જ ઝડપીથી વિકસીત થતું હોય ટ્રાફિકની વ્યવસ્થા જળવાય રહે તે માટે મુખ્ય રસ્તાઓ પર આવેલ સર્કલો વિકસાવવા ખૂબ જ સારા અને સુંદર ટ્રાફિક ડેવલોપ કરી શહેરની સુંદરમાં વધારો કરી શકાય તે હેતુથી મહાનગર પાલિકા દ્વારા વિવિધ સર્કલો શરતોને આધિન જનભાગીદારીથી વાર્ષિક પ્રિમીયમ આધારિત સર્કલ ડેવલોપ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે ગત સ્ટેન્ડીંગ કમિટિ બેઠકમાં કટારીયા ચોક સર્કલ જનભાગીદારીના ધોરણે ડેવલોપ કરવા માટે બે એજન્સીઓએ એક રૃપિયાના અંતરે રૃા. ૭,૬૯,૨૪૩ ભાવો રજૂ કરતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની કોઠા સુઝથી તેઓએ ફરીથી બંને એજન્સીઓ પાસેથી બંધ કવરમાં ફરી ભાવો મગાવવા સુચના આપી હતી.

કટારીયા ચોક સર્કલ જનભાગીદારી (પીપીપી)ના ધોરણે સર્કલ ડેવલોપ કરી પાંચ વર્ષ માટે નિભાવવા અને મરામત માટે બંધ કવરમાં ભાવો મગાવતા સિલ્વર કન્ઝયુમર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૧૭.૫૫ લાખ તથા આર્યન લુબ્રીકન્ટ દ્વારા ૯.૮૯ લાખનો ભાવ આપવામાં આવ્યો છે. આમ, નવો ભાવ મગાવતા રૃા. ૧૦ લાખની વધુ આવક થશે

(3:51 pm IST)