Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

કમરના દુઃખાવાથી કંટાળી રિધ્‍ધીબેને ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૩૧: જામનગર રોડ અનાજના ગોડાઉન પાછળ એલીગન્‍સ એપાર્ટમેન્‍ટમાં રહેતાં રિધ્‍ધીબેન કોૈશલભાઇ પાટડીયા (ઉ.૩૨) કમરના અને ખભાના દુઃખાવાથી કંટાળી જઇ ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. રિધ્‍ધીબેનને સંતાનમાં એક પુત્ર છે. પાંચેક વર્ષથી કમર, ખભાના દુઃખાવાની બિમારી હોઇ દવા સારવાર છતાં સારું થતું ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું.
પિતા સાથે ચડભડ થતાં મેહુલ ડીડીટી પી ગયો
બીજા બનાવમાં પોપટપરા કૃષ્‍ણનગરમાં રહેતો મેહુલ અશોકભાઇ વરાણીયા (ઉ.૨૨) ડીડીટી પાવડર પી જતાં સિવિલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. તેના માતા-પિતા ઘરમાં ઝઘડો કરતાં હોઇ તેને પિતા સાથે ચડભડ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

 

(4:38 pm IST)