Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

યુવા ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં રકતદાન કેમ્પ

 પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતર્ગત  રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હોય, તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા બહોળી સંખ્યામાં  રકત એકત્ર કરવામાં આવેલ. યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં વિવિધ વોર્ડમાં રકતદાન કેમ્પ યોંજાયેલ આ રકતદાન કેમ્પનો પ્રદેશ ભાજપ  મહામંત્રી રત્નાકરજી અને વિનોદભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ સહીતના અગ્રણીઓએ દીપ પ્રાગટય કરી કરાવ્યો હતો. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન  ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર,  ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજય કોરાટ, યુવા મોરચાના પ્રભારી નિલેશ ચુડાસમા સહીતના ઉપસ્થિત રહયા હતા.  આ તકે વિવિધ વોર્ડમાં વોર્ડના પ્રભારી, વોર્ડપ્રમુખ– મહામંત્રી, મોરચા–સેલના પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ  આ રકતદાન કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં પ્રવીણ સેગલીયા, ગૌરવ મહેતા, મવડી ગામના આગેવાન અને અગ્રણી ઉદ્યોગપતિ ધીરૃભાઈ સોરઠીયા, અંકીત સોરઠીયા તેમજ વોર્ડના યુવા મોરચાના પ્રમુખ– મહામંત્રી, શહેર કારોબારી તેમજ બહોળી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.આ રકતદાન કેમ્પમાં વોર્ડ નં.૧૧ માં ૧૭પ૭ બોટલ રકત એકત્ર કરાયું હતું અને બહોળી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યુ હતુંં.

(3:36 pm IST)