Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દલિત વિસ્તારોમાં ભાજપનું સદસ્યતા અભિયાન

રાજકોટ : રાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસાર તા. ૧૬ જૂનથી સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે. તે અંતર્ગત ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યરત છે તે અંતર્ગત તે અંતર્ગત શહેરના થોરાળા ખાતે દલિત વિસ્તારોમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડની ઉપસ્થિતીમાં અને શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રભારી અને શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયાની આગેવાનીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયેલ હતું. આ તકે જીણાભાઇ ચાવડા, શિક્ષણ સમિતિ સદસ્ય રવિ ગોહેલ, ડી.બી.ખીમસુરીયા, જયસુખ બારોટ, શોભીત પરમાર, દેવજીભાઇ ખીમસુરીયા, શામજીભાઇ ચાવડા, મહેશ બથવાર, વિનોદ કુમારખાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)