Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

કેન્‍દ્ર સરકાર દ્વારા સિનિયર સીટીઝનોના ઘરેલુ સહિતના તમામ પ્રશ્‍નો માટે નવો ૧૪પ૬૭ ટોલ ફ્રી હેલ્‍પ નંબર જાહેર કરાયો

કલેકટર-રેવન્‍યુ ઉપરાંત સમાજ કલ્‍યાણ-પોલીસ-આરોગ્‍ય-કાયદો-RMC-પંચાયત-ટ્રેઝરી તમામ ખાતાને આવરી લેવાયા... : સાંજે આ બાબતે કલેકટરે મીટીંગ બોલાવીઃ આવતા અઠવાડિયે રાજકોટ શહેર-જીલ્લા માટે પણ શરૂ કરાશે

રાજકોટ તા. ર૧: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ હેલ્‍પલાઇન ટોલ ફ્રી નંબર ૧૪પ૬૭ જાહેર કરી દીધો છે, જે મહિલા હેલ્‍પ લાઇન ૧૮૧ મુજબ જ કામ કરશે, આ નંબર ઉપર સિનિયર સિટીઝન પોતાનીકોઇપણ કવેરી માટે ફોન કરશે એટલે તેમને ર૪ કલાકમાં જોઇતી તમામ મદદ મળી જશે, આમાં ઘરેલુ માનસિક ત્રાસનો પણ સમાવેશ થાય છે, આ ઉપરાંત પીએફ-પેન્‍શન લેવા જવા સમયે કલાકો સુધી બેંકોમાં લાઇનોમાં ઉભા રહેવું પડતું હોય તે પ્રશ્‍ન પણ હલ થઇ જશે.
કલેકટરે નિર્દેશ આપ્‍યો હતો કે આ માટે આખી કમિટી છે, જેના ચેરમેન કલેકટર રહેશે, તે ઉપરાંત સમાજ કલ્‍યાણ, રાજકોટ સીટી અને રૂરલ પોલીસ, રેવન્‍યુ, આરોગ્‍ય, કાયદા વિભાગ, ફાયનાન્‍સ-ટ્રેઝરી, RMC અને પંચાયત એમ તમામ વિભાગને આવરી લેવાયા છે, આ ટોલ ફ્રી નંબર-હેલ્‍પ લાઇનમાં સમાજ કલ્‍યાણ અધીકારી નોડલ ઓફીસર તરીકે કામ કરશે, સરકારે હેલ્‍પેજ ઇન્‍ડીયાને પણ આમાં નોમીનેટ કરી છે.
કલેકટરે ઉમેર્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં આ ટોલ ફ્રી નંબર શરૂ કરવા અંગે આજે સાંજે મહત્‍વની મીટીંગ બોલાવાઇ છે, અને સંભવતઃ આવતા અઠવાડિયેથી તે શહેર જીલ્લામાં કાર્યરત કરી દેવાશે, તેમાં અલગથી સ્‍ટાફ મુકાશે, જે રાઉન્‍ડ ધ કલોક ફરજ બજાવશે.

 

(3:56 pm IST)