Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજકોટમાં પોલીસની કામગીરી કથળી છેઃ ઇ-મેમો ગેરકાયદેસર ઉઘરાવાય છેઃ ખાનગી શાળાઓને ફી વધારો પાછો ખેîચવા આદેશ આપો

મોîઘવારીઍ માઝા મુકી છેઃ રાજય સરકાર તાકીદે ટેકસ ધટાડેઃ મકાન વેરામાં વ્યાજ માફી આપો : શહેરમાં પીવાના પાણી પ્રશ્ને કોર્પોરેશન તંત્ર સાવ નિષ્ફળ છેઃ શહેર કોîગ્રેસનું મુખ્યમંત્રીને કલેકટર કચેરી ખાતે આવેદન

શહેર કોîગ્રેસ અગ્રણીઓઍ આજે કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. (૪.૨૨)

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ શહેર કોîગ્રેસે આજે બપોરે ૩-૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં વિવિધ પ્રશ્ને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે જે અન્વયે અમો આપશ્રીને વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ કરીઍ છીઍ અને સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી કરીઍ છીઍ.

પોલીસ વિભાગ

 રાજકોટ શહેરમાં હાલ પોલીસની કથળેલી કામગીરીને તાત્કાલીક ધ્યાનમાં લેવી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનરશ્રીની સત્વરે નિમણુંક કરવા  આપશ્રીને રજૂઆત કરીઍ છીઍ.

જે રીતે ઇ-મેમોની ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરવામાં આવે છે અને મહિલાઓ ખાસ કરીને આ ઇ-મેમાથી હેરાનગતિ અનુભવી રહ્ના છે, ત્યારે આ ઉઘરાણા બંધ કરવામાં આવે અને કોર્ટે ચુકાદામાં જણાવેલ છે કે ઇ-મેમાની સ્થળ પર વસુલાત ન કરી શકાય અને આ દંડ વસુલવાનો હકક માત્ર કોર્ટને છે ત્યારે આ ચુકાદા અન્વયે સત્વરે અમલ કરવામાં આવે તેવા પગલા લેવડાવવા પ્રજાહિતમાં વિનંતી કરીઍ છીઍ.

તાજેતરમાં રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાંચમાં જે નિમણુંકો થઇ છે તે નવી નિમણુંકમાં પણ કયાંક કરપ્શનના કે તોડ કરવાના આક્ષેપ લાગ્યા હોય તેવા અધિકારીની નિમણુંક કરવામાં આવેલ છે જે થવી ન જાઇઍ.

રાજકોટમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના મૂખ્ય બુકીઓના નામ ખુલ્યા હોવા છતા શા માટે તેઓની ધરપકડ કરવામાં આવતી ? અને આવા બુકીઓ સામે પાસાની કલમો શા માટે લગાડવામાં નથી આવતી ? નાની માછલીઓને પકડી મોટા મગરમચ્છોને શા માટે છોડી દેવામાં આવે છે? તેથી તેઓની આપશ્રી સુચના આપી ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપો તેવી વિનંતી

શિક્ષણ વિભાગ

હાલ રાજકોટ શહેર અને જીલ્લામાં ચાલતી ખાનગી શાળાઓઍ ઍફઆર.સી.ની મંજુરી ન આવેલ હોય છતા ઍજયુકેશન ફીમાં રપનો વધારો કરી દીધેલ છે જે જે થવો ન જાઇઍ આજની મોîઘવારીમાં જે રીતે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ થતું હોય ત્યારે બાળકોને ભણાવવા અતિ મુશ્કેલી ભર્યુ થયું છે ત્યારે આ રપફી વધારો તાત્કાલીક ધોરણે શાળાઓઍ વસુલવો નહી તેવો આદેશ આપવો ઍફ.આર.સી.ની મંજુરી આવ્યા બાદ જ આ ફી વસુલી શકાશે તેવો હુકમ કરવા વિનંતી કરીઍ છીઍ.

મોîધવારી અંગે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારાથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. જે અંગે રાજય સરકાર દ્વારા ટેકસ ઘટાડવા માંગણી કરીઍ છીઍ.

રાજકોટ મહાનગર પાલિકાના વિવિધ મુદ્દાઓ

છેલ્લા ૩ વર્ષમાં જે લોકોને મકાનવેરનું વ્યાજ ચડી ગયું હોય તેવા મિલ્કત ધારકોને વ્યાજમાફીનો લાભ આપવો કારણ કે, કોરોના મહામારીના કપરા કાળમાં લોકોને આર્થિક સ્થિતિ અતિબિહામણી થયેલા હોવાના કારણે લોકો મકાનવેરો ભરપાઇ કરી શકયા નથી. જેથી સત્વરે મકાન વેરામાં વ્યાજ માફી આપી મિલ્કત વેરો વસુલાય અને રાજકોટ મહાનગરપાલિકાની તળીયાજાટક તિજારીમાં નાણાની આવક થાય તે પગલે સત્વરે નિર્ણય કરવા વિનંતી.

શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં હાલ મહાનગરપાલિકાનુ઼ તંત્ર નિષ્ફળ નીવડી રહ્નાં છે અને પાણી વિતરણ માટેની વર્ષો જુની પાઇપલાઇન શહેરમાં ઘણા વિસ્તારોમાં હોય જે પાઇપલાઇનમાં ધીમા ફોર્સથી પાણી આવવું, નિયમિત સમયસર પાણી ન આવવું. પાઇપલાઇન લીકેજ, ગુંદા પાણી ભળી જવા, લાઇનલોસ સહિતની ફરીયાદો આવતી હોય તેમજ ગંદુપાણી પીવાના પાણીની લાઇનમાં ભળતુ હોવાથી પાણીજન્ય રોગચાળો વધી રહ્ના છે જે સમસ્યા નિવારવા માટે ડી.આઇ. પાણીની પાઇપલાઇન સત્વરે નાખવામાં આવે તેવી વિનંતી કરીઍ છીઍ.

હાલ વિકાસ પરવાનગી માટે ઓડીપીઍસના અસહ્ના ત્રાસમાંથી મુકિત અપાવો તેવી વિનંતી.

રાજકોટના ગ્રામ દેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવજીના મંદિરનું ડેવલપમેન્ટ, ઘાટ બનાવવાની કામગીરી તુરંત જ વેગવાન બનાવવામાં આવે તેવી વિનંતી કરીઍ છીઍ.

આવેદન દેવામાં અગ્રણીઓ સર્વશ્રી ભાનુબેન સોરાણી, પ્રદિપભાઇ ત્રિવેદી, મહેશભાઇ રાજપુત, ડો. હેમાંગભાઇ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, મકબુલભાઇ દાઉદાણી, પ્રવીણભાઇ રાઠોડ, અતુલભાઇ રાજાણી ઉપસ્થિત રહ્ના હતા.

(4:28 pm IST)