Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

‘હર ઘર તિરંગા' ભાજપ દ્વારા કાલે તમામ વોર્ડમાં મહાપુરૂષોની પ્રતિમાને કરાશે પુષ્‍પાંજલી

રાજકોટ તા.૧ર : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશભરમાં ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત કાલે તા.૧૩ થી તા.૧પ સુધી દરેક ઘરે ત્રિરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે શહેરના તમામ વોર્ડમાં મહાપુરૂષોની પ્રતિમાને પુષ્‍પાંજલી તેમજ પ્રતિમાની આસપાસ સ્‍વચ્‍છતા અભિયાન યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને વિવિધ વોર્ડ ખાતે ઉપસ્‍થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ કરેલ છે.

વોર્ડ વાઇઝ તૈયાર કરાયેલ સુચિ મુજબ  વોર્ડ નં.૧.માં શ્‍યામાપ્રસાદ મુખર્જી રેસકોષ આર્ટ ગેલેરી અને શીવાજી મહારાજ સ્‍ટેપ ગાર્ડન રેસકોર્ષ, વોર્ડ નં.રમાં શ્રી વીર સાવરકર - ઇન્‍ડોર સ્‍ટેડીયમ સામે, શ્રી વલ્લભભાઇ પટેલ બહુમાળી ચોક, શ્રી મહર્ષિ વાલ્‍મીકી ઋષિ શારદાબાગ, શ્રી રાજીવ ગાંધી એરપોર્ટ રોડ, વોર્ડ નં.૩માં શ્રી મહાત્‍મા ગાંધીજી - જયુબેલી બાગ, ડો. ભીમરાવ આંબેડકરજી સીવીલ હોસ્‍પિટલ ચોક, શ્રી મહાત્‍મા જયોતીરાવ ફુલે જયુબેલી, વોર્ડ નં.૪માં સુભાષચંદ્ર બોઝ,પારેવડી ચોક, વોર્ડ નં.પ -૬માં શ્રી શ્‍યામજી કૃષ્‍ણવર્મા - માર્કેટીંગ યાર્ડ સામે ગાર્ડન, શ્રી નરસિંહ મહેતા, રામકૃષ્‍ણનગર રોડ ગાર્ડન, શ્રી ઉચ્‍છંરગરાય ઢેબર, ત્રિકોણ બાગ, શ્રી જવાહરલાલ નહેરૂ કોર્પોરેશન કચેરી, શ્રી સ્‍વામી વિવેકાનંદજી ડો. યાજ્ઞિક, વોર્ડ નં.૮માં ઝાંસીની રાણ લક્ષ્મીબાઇ મહિલા કોલેજ ચોક, શ્રી સ્‍વામી વિવેકાનંદજી કોટેચા,  વોર્ડ નં.૯માં શ્રી શહીદ વીર ભગતસિંહજી યુનિવર્સિટી રોડ, વોર્ડ નં.૧૦માં શ્રી ચંદ્રશેખર આઝાદ - બીશપ હાઉસ પાસે,  શ્રી ઇન્‍દીરા ગાંધી - ઇન્‍દીરા ચોક, યુનિ. રોડ, વોર્ડ નં.૧૧-૧૩માં ક્રાંતિવીર શ્રી મંગલ પાંડે - બ્રહ્મકુંજ સોસાયટી પાસે, વોર્ડ નં.૧રમાં શ્રી લાલબહાદુર શાષાી - અમરનાથ મહાદેવ પાસે, દેવાયતભાઇ બોદર મવડીચોક, વોર્ડ નં.૧૪-૧૬માં મહારાણા પ્રતાપ સોરઠીયા વાડી ચોક, વોર્ડ નં.૧પમાં શ્રી પંડિત દિનદયાલ ઉપાધ્‍યાયજી આજી ડેમ, વોર્ડ નં.૧૭-૧૮માં શ્રી રવિશંકર મહારાજ - શેઠ હાઇસ્‍કુલ પુષ્‍પાંજલી કાર્યક્રમ થશે તેમ શહેર ભાજપની યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)