Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભાજપ યુવા મોરચાની તિરંગા યાત્રા તમામ વોર્ડમાં ફરી વળી

રાજકોટ : આઝાદીના અમૃત મહોત્‍સવ અતંર્ગત દેશભરમાં તા.૧પ ઓગષ્‍ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ‘હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે દેશભકિતનું વાતાવરણ ઉભુ કરવા યુવા દરેક વોર્ડમાં પ્રભાતફેરી, રાષ્‍ટ્રભકિતના ગીતો, મહાનગરમાં આવેલ મહાપુરૂષોની પ્રતિમાને પુષ્‍પાંજલી અને સ્‍મારકો પર સ્‍વચ્‍છતા અભિયાન, તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ હતુ. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગર્દશન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા ઘ્‍વારા  દરેક વોર્ડમાં તીરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં વોર્ડ નં.૧માં સ્‍વપ્‍નલોક સોસાયટીથી ક્રિષ્‍ના એન્‍ટરપાંઈઝ, વોર્ડ-ર માં બજરંગવાડી સર્કલથી હનુમાન મઢી ચોક, વોર્ડ-૩ માં રેલનગર પાણીના ટાંકાથી આંબલીયા હનુમાનજી, વોર્ડ-૪ માં મોરબી રોડ જકાતનાકા થી ભગવતીપરા, વોર્ડ-પ માં દુર્ગા રેસ્‍ટોરન્‍ટ થી પાણીનો ઘોડો, વોર્ડ-૬ માં જલગંગા ચોકથી માંડા ડુંગર, વોર્ડ-૭ માં કિશાનપરા ચોકથી પંચનાથ મહાદેવ મંદિર, વોર્ડ-૮ માં ભાજપ કાર્યાલયથી ભાજપ કાર્યાલય, વોર્ડ-૯ માં રૈયા ચોકડીથી ઈન્‍દીરા સર્કલ, વોર્ડ-૧૦ માં હનુમાન મઢીથી મારૂતી ચોક, વોર્ડ-૧૧ માં બાલાજી હોલથી સ્‍પીડવેલ ચોક, વોર્ડ-૧ર માં વોર્ડ ભાજપ કાર્યાલયથી વાવડી ગામ, વોર્ડ-૧૩ માં સ્‍વામીનારાયણ ચોકથી વોર્ડ-૧૬ માં ક્રિષ્‍ના ચોકથી સુતા હનુમાનજી મંદિર, વોર્ડ-૧૭ માં નવનીત હોલથી સપના સોડા, વોર્ડ-૧૮ માં પટેલ ચોક કાર્યાલયથી સાંઈબાબા સર્કલ સુધી યોજાયેલ તિરંગા યાત્રામાં બહોળી સંખ્‍યામાં શહેર ભાજપ યુવા મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રાનો પ્રારંભ વિવિધ વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,  રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, નિતીન ભારઘ્‍વાજ સહીતના સાથે વિવિધ વોર્ડના આગેવાનોએ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:47 pm IST)