Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભારતની ઉજ્જવળ આવતીકાલ માટે અને ચેતનાના ઉત્‍થાન માટે શ્રીઅરવિંદનો પ્રેરક સંદેશ

૧પમી ઓગષ્‍ટે મહર્ષિ શ્રીઅરવિંદની ૧૫૦મી જન્‍મ જયંતિ

શ્રીઅરવિંદે ઓગષ્‍ટ ૧૫, ૧૯૪૭ના દિવસે આપેલો સંદેશ ફરીને વંચાતો રહે અને તેનુંઁ રહસ્‍ય તેમના લાખો લાખો દેશબાંધવોને સમજાવાતું રહે એ ખૂબ જરૂરનું છે. ભારતને શ્રીઅરવિંદની દ્દઢ પ્રતીતિની અને શ્રધ્‍ધાની ઘણી જ જરૂર છેઃ શ્રી માતાજી

ઓગષ્‍ટની ૧૫મીએ સ્‍વતંત્ર ભારતનો જન્‍મદિવસ છે. એ દિવસથી એના માટે એક જુના યુગનો અંત આવે છે. એક નવા કાળનો પ્રારંભ થાય છે. પરંતુ એ દિવસનું માત્ર આપણા માટે જ નહિં, પણ એશિયા માટે અને આખાયે જગતને માટે એક રહસ્‍ય રહેલું છે. કેમ કે દિવસ રાષ્‍ટ્રોના મિત્રસમુદાયમાં એક નવી શકિતની પ્રવેશ સુચવે છે. આ નવી શકિત અકથિત શકયતાઓથી ભરેલી છે અને તેણે માનવજાતિજના રાજકીય, સામાજિક, સાંસ્‍કૃતિક અને આધ્‍યાત્‍મિક ભાવિનો નિર્ણય કરવામાં એક મોટો ભાગ ભજવવાનો છે.

હું હંમેશા માનતો રહ્યો છું અને કહેતો રહ્યો છું કે ભારત ઉદય પામી રહ્યું છે તે માત્ર તેના પોતાના સ્‍થૂલ હિતોને સાધવા માટે જ  નથી, વિસ્‍તાર, મહત્તા, શકિત અને સમૃધ્‍ધિ પ્રાપ્ત કરવા માટે જ નથી. જોકે આ બધાંને પણ તેણે ઉપેક્ષિત કરવાના નથી-અને બીજા લોકો ઉપર આધિપત્‍ય મેળવવાને તો તે ખરેખર ઉદય પામતું નથી જ, પણ આખીય માનવ જાતિના એક સહાયક તરીકે અને નેતા તરીકે પ્રભુ અને જગતને ખાતર પણ જીવવા માટે તે ઉદય પામી રહ્યું છે. આ લક્ષ્યો અને આદર્શો તેમના સ્‍વાભાવિક આ ક્રમમાં રહેલા છેઃ એક એવી ક્રાંતિ બની આવે કે જ ેભારતની સ્‍વતંત્રતા અને તેની એકતાને સિધ્‍ધ કરી આપે.

એશિયાનું પુનરૂત્‍થાન અને મુકિત થાય અને માનવ સંસ્‍કૃતિની પ્રગતિમાં તેણે જે મહાન ભાગ ભજવ્‍યો હતો તે ભાગ ભજવવો તે પાછો શરૂ કરે,

માનવજાતિ માટે એક નૂતન, એક વધુ મહાન, વધુ તેજસ્‍વી, વધુ ઉમદા જીવવનો ઉદય થાય અને તેની સંપૂર્ણ સિધ્‍ધિનો આધાર પ્રજાઓના અલગ અલગ અસ્‍તિત્‍વનું એક આંતરરાષ્‍ટ્રીય એકીકરણ થવા ઉપર રહેશે, એ એકીકરણ તેમના રાષ્‍ટ્રીય જીવનને સાચવી રાખશે તથા બરાબર અખંડિત રાખશે. પણ તે એ બધી પ્રજાઓમાં એક સર્વોપરિ અને અંતિમ એકતામાં ભેગી લઇ આવશે.

ભારતના તરફથી તેનું જે આધ્‍યાત્‍મિક માન છે તથા આખીયે માનવજાતિનું જીવનનું આધ્‍યાત્‍મિક સ્‍વરૂપ મેળવી આપવાનાં તેનાં જે સાધનો છે તેની આખીયે માનવજાતિને ભેટ ધરાવવી.જગતને માટેની ભારતની આધ્‍યાત્‍મિક ભેટ તો કયારથીયે અપાવા લાગી છે. ભારતની આધ્‍યાત્‍મિકતા યુરોપ અને અમેરિકામાં એક સદાયે વધતા જતા પ્રમાણમાં પ્રવેશ કરી રહી છે. એ ગતિ વધતી જશે, કાળની ભયાનક દુર્ઘટનાઓ વચ્‍ચે વધુને વધુ આંખો ભારત તરફ આશાપૂર્વક તાકી રહી છે અને ભારતના જીવનદર્શનનો જ માત્ર નહિ, પરંતુ તેની ચૈતિસક અને આધ્‍યાત્‍મિક સાધનાનો પણ એક વધતો જતો આશ્રય લેવાઇ રહ્યો છે.ભારતની મુકિતની આજની તારીખની અંદર હું આ રીતનું વસ્‍તુ મૂકી આપું છું, મેં જોડેલા આ સંબંધ સિધ્‍ધ થશે કે નહિં, થશે તો કેટલે સુધી અથવા કયારે તેના આધાર આ નૂતન અને મુકત ભારત ઉપર રહે છે. (૪૦.૬)

સંકલનઃ

નયનાબેનઝાટકિયા

(3:29 pm IST)