Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઇ પટેલના પરિવારજનોને સાંત્વના આપતા ભુપેન્દ્રભાઇ પટેલ અને સી.આર.પાટીલ

રાજકોટઃ ફિલ્ડમાર્શલ ગ્રુપના મોભીશ્રી પોપટભાઇ પટેલના અવસાનના સમાચાર સાંભળીને તેમના ઘરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલ, રાજયકક્ષા મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી તેમની સાથે પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી ભરતભાઇ બોઘરાએ સ્વ.પોપટભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપેલી હતી. આ વેળાએ ફિલ્ડમાર્શલ પરિવારનાશ્રી ચંદ્રકાંતભાઇ પટેલ, શ્રીપટેલ સેવા સમાજના પ્રમુખશ્રી અરવિંદભાઇ પટેલ, નીતિનભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, રિષિ પટેલ તેમજ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી મનિષ ચાંગેલા તસ્વીરમાં દર્શાય છે.

(3:25 pm IST)