Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

તમામ સરકારી કચેરીમાં દર વર્ષે ભરતી કરો

રાજકોટ,તા. ૧૨ : કેન્દ્રની રેલ્વે, દતોપંત ઠેંગડી કામદાર શિક્ષણ કેન્દ્ર સહિતની બધી જ તથા રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓ, બેકોંમા દર વર્ષે મહતમ પ્રમાણમાં નવી ભરતી કાયમી ધોરણે કરવામાં આવે, બેંકો, સરકારી કચેરીમાં ઓફલાઇનને પણ વધુ મહત્વ આપવામાં આવે, વિવિધ પ્રકારના મશીનોનો ઉપયોગ ઘટાડી વધુમાં વધુ યુવાનોને રોજગાર મળે તે જોવા, સરકારી નોકરી માટે ઉંમર મર્યાદામાં વધારો કરવા, વર્ગ ૨ થી ૪ ની નિયમીત ભરતી વ્યાપક પ્રમાણમાં કરવા, તમામ સરકારી ઇમારતોમાં સોલાર રૃફટોપ લગાડવા, તમામ હોસ્પિટલ, સરકારી શાળા, કોલેજો, સરકારી ગેસ્ટ હાઉસ વિગેરેનું સંપૂર્ણ સંચાલન કાયમી ધોરણે સરકાર દ્વારા, સરકારી કાયમી કર્મચારી દ્વારા જ કરવામાં આવે તે માટે કેન્દ્ર રાજ્યના શ્રમ મંત્રી, નાણા મંત્રીશ્રીને શાસ્ત્રી ઉમેશભાઇ પંડ્યાએ પત્ર લખી સજેસનો કર્યા છે.

(12:16 pm IST)