Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સંતકબીર રોડ પર વરલીનો જુગાર રમતા મગન અને વિજય પકડાયા

બી-ડીવીઝન પોલીસનો દરોડો : ૧૧ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૦ : સંતકબીર રોડ પર બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર બે શખ્સો જુગાર રમતા હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ બસીયા તથા કોન્સ. જયદીપસિંહને બાતમી મળતા સંતકબીર રોડ પર નકલંક પાન પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા મગન વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.વ.૫૦) (રહે. ન્યુ શકિત સોસાયટી શેરી નં. ૭) અને સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં. ૫માં રહેતા વિજય વલ્લભભાઇ ગોહેલ (ઉ.૩૩)ને પકડી લઇ રૂ. ૧૧,૧૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ, સલીમભાઇ, હેડ કોન્સ. અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, ચાંપરાજભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ, મિતેશભાઇ, પરેશભાઇ, નિરવભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:38 pm IST)