Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોબાઈલમાં વિડીયો કોલ આવે તો ચેતી જજા

ફસાતા નહીં .. નહિતર દેવા પડશે..લાખો રૂપિયા.. થઈ જશે.. ફેમિલી બરબાદ : ચીટરગેંગની નવી મોડસ ઓપરેન્ડી

રાજકોટ : પહેલા મોબાઈલમાં મેસેજ આવે છે, જેમાં સુંદર મહિલાનો ફોટો પણ હોય છે. આવા ફોટો નિહાળી અમુકલોકો ચેટ કરવાનું ચાલુ કરે .છે. પછી વિડીયોકોલ માં બિભસ્ત ચેનચાળા કરે છે.. સામેવાળાને સંપૂર્ણપણે લલચાઈને.. લવરીયા જેવી હરકતો કરવા લાગે છે એમનો વિડીયો બનાવી પછી થાય છે બ્લેકમેલીંગ. લાખો રૂપિયા પાડવા માટેનું પછી અવારનવાર ફોન આવશે.

તમારા ઘરે ખબર ન પડે એટલે તમે ગમે તે કરવા તૈયાર થશો. છેલ્લે આ ત્રણ મહિનામાં ખૂબ આવા કેસ થયા હોવાનું ચર્ચાય છે કોઈ ફરિયાદ કરે છે અને કોઈક મનની વાત મનમાં દબાવે છે. અને આવા હરામખોરો ને લાખ રૂપિયા આપી દેતા છે.. મીઠી મીઠી વાતોમાં ફસાતા નહીં.. નકર દેવા પડશે લાખો રૂપિયા ..

જાણવા મળ્યા મુજબ  ચીટરગેંગ પાસે આપણા નંબર કેવી રીતે આવે છે.. મોલમાં કે પછી કોઈ જગ્યાએ કંપની વાળા ના સ્ટોલ હોય છે સુંદર છોકરીઓ સ્ટોલ  ઉપર બેસે છે . મીઠી મીઠી વાતો કરી તમને કોઈ સ્કીમ વિશે સમજાવશે અને પછી તમારા કોન્ટેક નંબર માગે છે ... એમાંથી ડેટા ચોરી કરી લેતા હોય છે અને પછી માસૂમ અને ભોળા લોકોને ફસાવી પોતાના કામ પાર પાડતા હોવાનું જાણવા મળે છે.

(12:08 pm IST)