Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સહકારનગર વિસ્‍તારમાં શ્રીરામ કૃપા ગોલાવાલાને ત્‍યાં ફુડ શાખા ત્રાટકી : ૧૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ

વાસી માવો, વાસી રબડીનો જથ્‍થો ઝડપાયો : પાંચ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ : દૂધનો નમૂનો લેવાયો : આજીડેમ ચોકડી, જામનગર રોડ વિસ્‍તારમાં ૪૦ ખાણીપીણીના ધંધાર્થીનું ચેકીંગ

રાજકોટ તા. ૯ : શહેરીજનોને જન આરોગ્‍ય હિતાર્થે સ્‍વચ્‍છ ખાદ્ય ખોરાક મળી રહે તે હેતુથી મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે ફૂડ શાખા દ્વારા સહકારનગર વિસ્‍તારમાં શ્રી રામ કૃપા ગોલાવાલામાંથી વાસી માવો, વાસી રબડી સહિત કુલ ૧૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્‍યો હતો તેમજ આજી ડેમ ચોકડી, જામનગર રોડ સહિતના વિસ્‍તારમાં ૪૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ કરી ૫ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ પાઠવવામાં આવી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફૂડ શાખાની કામગીરીની વિગતો આ મુજબ છે.
૫ વેપારીને નોટીસ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ, શેઠનગર, માધાપર, જામનગર રોડ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૪ષ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૨૧ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૫ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ પાઠવવામાં આવી છે.
૧૦ કિલો અખાદ્ય ચીજવસ્‍તુનો નાશ
ઉનાળાની સિઝનને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને પીપળીયા હોલ પાસે રાજકોટ મુકામે આવેલ શ્રી રામકૃપા ગોલાવાલાની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સંગ્રહ કરેલ ૦૩ કિલો વાસી માવો તથા ૦૭ કિલો વાસી રબડી મળી કુલ ૧૦ કિલો જથ્‍થો નાશ કરવામાં આવેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તેમજ હાયજિનિક કંડિશન જાળવવા બાબતે સુચના આપવામાં આવેલ.
૧ નમુનો લેવાયો
મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ (૧) મિક્‍સ દૂધ (લુઝ) : સ્‍થળ- દ્વારકાધીશ ડેરી ફાર્મ -ઉદયનગર-૧, શેરી નં. ૧૫ કોર્નર ખાતેથી ૧ નમૂનોᅠલેવામાં આવ્‍યો છે.

 

(2:54 pm IST)