Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શહેરમાં ગઇકાલે કોરોનાના ૪૬ કેસ નોંધાયા

કુલ કેસનો આંક ૬૪,૯૦૧એ પહોંચ્‍યોઃ હાલ ૩૬૯ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ૨ : શહેરમાં ગઇકાલે કોરોનાના ૪૬ કેસ નોંધયા છે. હાલ ૩૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ગઇકાલે ૪૬ કેસ નોંધાયા છે. જેમાં કોઠારિયા, નાનમવા, ગાંધીગ્રામ, રેલનગર, સદર બજાર, વિજય પ્‍લોટ, માધાપર સહિતનાં વિસ્‍તારમાં ૧૮ પુરુષો તથા ૨૮ મહિલાઓ કોરોના સંક્રમિત થયા છે. 

આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૯૦૧ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૦૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૮૪૧ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૪૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૦૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૦૬,૨૮૮ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૯૦૧ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૨ ટકાએ પહોંચ્‍યો છે.

(3:57 pm IST)