Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

તારે અહિ ઉભવાનું નથી...રિક્ષાચાલકને બીજા બે રિક્ષાચાલકોએ રિક્ષાની કિકથી ફટકાર્યો

માધાપર ચોકડીએ બનાવઃ દેવેન્‍દ્રસિંહને ગોવિંદ અને મયુરે માર માર્યો

રાજકોટ તા. ૯: જામનગર રોડ પર મનહરપુર ગામે હોલી સ્‍કૂલ પાસે રહેતાં રિક્ષાચાલક દેવેન્‍દ્રસિંહ દિપકસિંહ સોઢા (ઉ.૨૪)ને સાંજે માધાપર ચોકડી ટ્રાફિક ઓફિસ પાસે પોતાની રિક્ષા લઇને ઉભો હતો ત્‍યારે બીજા બે રિક્ષાવાળા ગોવિંદ અને મયુર પરમારે ઝઘડો કરી ઢીકાપાટુ તથા રિક્ષાની કિકથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. દેવેન્‍દ્રસિંહના કહેવા મુજબ પોતે દોઢેક વર્ષથી માધાપર ચોકડીએ રિક્ષા લઇને ભાડા કરવા ઉભો રહે છે. ગત સાંજે પણ ઉભો હતો ત્‍યારે ગોવિંદ અને મયુરે તારે અહિ ભાડા કરવા આવવું નહિ તેમ કહી ઝઘડો કરી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં હુમલો કરી ઢીકાપાટુ અને લોખંડની કિકથી માર માર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)