News of Wednesday, 3rd January 2018

કાલે રાજયના અન્ન આયોગના અધ્યક્ષ ભુપેન્દ્ર લાખાલાલા રાજકોટમાં: પુરવઠો-મભોયો-આંગણવાડી અંગે સમીક્ષા

રાજકોટ, તા., ૩: રાજકોટ કલેકટર કચેરી ખાતે ગુજરાત રાજય અન્ન આયોગની એક સમીતી બેઠક કાલે બપોરે ૧ર વાગ્યે યોજાશે. જેમાં ગુજરાત રાજય અન્ન આયોગના અધ્યક્ષશ્રી ભુપેન્દ્ર લાખાવાલા, સભ્ય સચિવશ્રી એમ.એ.નરમાવાલા તથા સભ્યશ્રી દિનેશભાઇ કારીયા હાજર રહેનાર છે.

રાજકોટ જીલ્લા જાહેર વિતરણ બાબતે તથા ફરીયાદો બાબતે જાહેર વિતરણ વ્યવસ્થા તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનું અમલીકરણ, મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોની કામગીરી તથા આંગણવાડી કેન્દ્રો મારફતે ધાત્રી અને સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવાની યોજનાના અમલીકરણ બાબતે સમીક્ષા તથા ચર્ચા થનાર છે.

આ બેઠકમાં કલેકટરશ્રી, જીલ્લા  વિકાસ અધિકારીશ્રી તથા ઉકત બાબતો લગત જીલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ પણ લોકોની ફરીયાદ નિવારણ બાબતે હાજર રહેનાર છે.

(4:07 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST