Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

મનપાના ફલેટ લાભાર્થીઓને ઝડપથી સોંપણી કરો : અમીત અરોરા

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ વિસ્‍તારમાં EWS-૨ અને રાણીટાવર પાછળ બની રહેલ આવાસ યોજનાનો સ્‍થળ મુલાકાત કરતા મ્‍યુ. કમિશનર

રાજકોટ તા. ૨ : મનપા દ્વારા શહેરના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ વિસ્‍તારમાં ચ્‍ષ્‍લ્‍-૨ અને રાણીટાવર પાછળ નવી બની રહેલ આવાસ યોજનાનું ઝડપી કામગીરી પૂર્ણ કરી ડ્રો એલોટમેન્‍ટ મુજબ લાભાર્થીઓને આવાસની સોંપણી કરવા સંબંધિત અધિકારીને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત દરમિયાન સુચના આપી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સરકાર દ્વારા દરેક નાગરિકને ઘરનું ઘર મળી રહે તેવા આશય સાથે વિવિધ આવાસ યોજનાઓ બનાવી લાભાર્થીઓને સોંપવામાં આવે છે. ગરીબ અને માધ્‍યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે નવી બની રહેલ ચ્‍ષ્‍લ્‍-૨ આવાસ યોજના અને રાણી ટાવર પાછળ નવી બની રહેલ આવાસ યોજનાની સ્‍થળ મુલાકાત કરી હતી તેમજ આ મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનરે આ બંને આવાસ યોજનાઓના જે ડ્રો થયેલ છે તે મુજબ લાભાર્થીઓને આવાસની સોંપણી કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે ચ્‍ષ્‍લ્‍-૨ કેટગરીના કુલ ૩૯૮ આવાસ અને રાણી ટાવર પાછળ ન્‍ત્‍ઞ્‍ કેટગરીના કુલ ૨૨૪ આવાસ બનાવવામાં આવી રહ્યા છે. બંને આવાસ યોજનાનો ડ્રો થયેલ છે. ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થવાના આરે છે જે બાકી રહેતી કામગીરી ઝડપી પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

મ્‍યુનિ. કમિશનરની આ સ્‍થળ મુલાકાત દરમ્‍યાન સિટી એન્‍જી. એચ. યુ. દોઢિયા, પી.એ.(ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી, ડે. એન્‍જી. પરેશ પટેલ અને વી. સી. મુંધવા હાજર રહ્યા હતા.

(3:18 pm IST)