Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

સરકાર લાંબુ ચાલે તો ભાજપને વધુ નુકશાન : લલિત કગથરા

‘અકિલા'નો અહેવાલ ટાંકી વહેલી ચૂંટણીની શકયતા દર્શાવતા કોંગી ધારાસભ્‍ય

રાજકોટઃ પડધરી-ટંકારાના કોંગી ધારાસભ્‍ય લલિત કગથરાએ પત્રકારોને જણાવેલ કે ભાજપ નેતાગીરીને ખબર પડી ગઇ છે કે વર્તમાન રાજ્‍ય સરકાર નિષ્‍ફળ છે. તે જેટલુ લાંબુ ચાલશે. તેટલુ ભાજપને વધુ નુકશાન થશે. તેથી કદાચ વહેલી ચૂંટણી આવી શકે છે. સાંધ્‍ય દૈનિક અકિલાએ પણ હમણા વહેલી ચૂંટણીની શકયતા દર્શાવતો અહેવાલ આપ્‍યો છે. અકિલાના સમાચારો સત્‍ય કે સત્‍યની ખૂબ નજીક હોય છે.

 

(2:52 pm IST)