Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

૧૫ વર્ષની બાળા સાથે ફઇના ૧૫ વર્ષના દિકરાની બળજબરીઃ ગર્ભ રહી ગયો

મધ્‍યપ્રદેશની બાળાને જસદણ પંથકના ગામેથી ફઇ વતન લઇ ગયા બાદ પરત આવી ત્‍યારે પેટમાં દુઃખાવો ઉપડતાં ગર્ભ હોવાની ખબર પડીઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨: જસદણ પંથકના ગામમાં એક વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના પરિવારની ૧૫ વર્ષની દિકરીને તેણીની ફઇ વતન એમપી લઇ ગયા બાદ તેણીને  ગઇકાલે પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઝનાના વિભાગના તપાસ દરમિયાન તેણીના પેટમાં ગર્ભ હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી. સગીરા સાથે ફઇના દિકરાએ જ શરીર સંબંધ બાંધી લીધાનું ખુલ્‍યું હતું.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગઇકાલે ૧૫ વર્ષની એક બાળાને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં પેટના દુઃખાવાની ફરિયાદ સાથે લાવવામાં આવતાં ઝનાના વિભાગમાં ખસેડાતાં તેણીના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું ખુલ્‍યું હતું. બાળાની પુછતાછ થતાં એવી વિગતો ખુલી હતી કે તેણી હાલ જસદણ પંથકમાં વાડીમાં માતા-પિતા સાથે રહે છે. ત્રણેક મહિના પહેલા તેણીને તેની ફઇ વતન એમપી લઇ ગઇ હતી. હોળીના તહેવાર પર તે પાછી જસદણ આવી હતી.

ગઇકાલે અચાનક પેટમાં ખુબ દુઃખાવો થવા માંડતાં સરધાર સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ પેટમાં ગર્ભ હોવાનું જણાતાં પુછતાછ થતાં તેણીએ પોતાની સાથે ફઇના સગીર વયના દિકરાએ બળજબરી આચરી હોવાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે ભાડલા પોલીસનેજાણ કરી હતી.

(11:45 am IST)