Gujarati News

Gujarati News

News of Saturday, 16th April 2022

ગુજરાત - ડે : અમેરીકામાં ગુજરાતનો સ્‍થાપના દિવસ ભવ્‍ય રીતે ઉજવાશે

ગુજરાતીયન્‍સ ઓફ નોર્થ અમેરીકાના કો - ફાઉન્‍ડર - ડાયરેકટર અને વિખ્‍યાત ઉદ્યોગપતિ કનકસિંહ ઝાલા ‘અકિલા'ના આંગણે : અમિતભાઈ શાહ - ભુપેન્‍દ્રભાઈ પટેલ - પરસોતમભાઈ રૂપાલા - વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની વિડીયો કલીપ દર્શાવાશે : કિર્તીદાન ગઢવી - સાંઈરામ દવે - ઓસમાણ મીર કલા પીરસશે : સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજાશે : અમેરીકામાં જન્‍મેલા બાળકોને વિનામૂલ્‍યે ગુજરાતી ભાષા પણ શીખવવામાં આવે છે : માતા-પિતાને ચાર ધામની યાત્રા કરાવી : કૈલાસધામની યાત્રામાં પુત્ર દશરથસિંહને દાદાના સાક્ષાત્‍કાર દર્શન થયા

રાજકોટ, તા. ૧૬ : એવી કહેવત છે કે વિશ્વના કોઈપણ ખૂણે ગુજરાતી મળી જ જાય. આજે દેશ - વિદેશમાં ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. આવા જ એક ગુજરાતી અને વર્ષોથી અમેરીકામાં સ્‍થાયી થયેલા અને ત્‍યાં હોટલ બિઝનેસ સાથે વર્ષોથી સંકળાયેલા એવા શ્રી કનકસિંહ ઝાલા આજે ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અમેરીકામાં ઉજવાતા દરેક ભારતીય પ્રસંગની અને આગામી ૧લી મેએ ગુજરાતનો સ્‍થાપના દિવસ ઉજવાશે તે અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

તેઓએ જણાવેલ કે આગામી ૧લી મેએ ગુજરાતનો સ્‍થાપના દિવસ છે. આ દિવસ અમે અમેરીકામાં એક ખાસ પર્વ તરીકે ઉજવીએ છીએ અને આ વખતેના સ્‍થાપના દિવસે આપણા ગુજરાતી નેતાઓ કે જેમણે દેશ - વિદેશમાં ગૌરવ અપાવ્‍યુ છે. તેઓની વિડીયો કલીપ દર્શાવાશે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોનો શુભેચ્‍છા પાઠવતો વિડીયો દર્શાવવામાં આવશે.

આ કાર્યક્રમ સાથે લોકસાહિત્‍યકાર કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, ઓસમાણ મીર અને મોટીવેશનલ સ્‍પીકર કાજલ ઓઝા વૈદનો પણ કાર્યક્રમ રાખેલ છે. આ તમામ કાર્યક્રમ ઓનલાઈન યોજાશે.

ઉલ્લેખનીય છે કે કનકસિંહ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભના ગાર્ડીયન્‍સ છે અને વિજયભાઈના સુપુત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ખાસ અમેરીકાથી રાજકોટના મહેમાન બન્‍યા છે. તેઓ બીએપીએસ સ્‍વામીનારાયણ ધર્મનું ચુસ્‍તપણે પાલન કરે છે.

મુળ લીમડી પાસેના ઝીંઝુવાડા ગામના વતની અને હાલ છેલ્લા ૨૫ વર્ષોથી અમેરીકાના લોશ એન્‍જલસમાં સ્‍થાયી થયેલા તેમજ ત્‍યાં હોટલ બિઝનેસનો વ્‍યવસાય ધરાવતા એવા કનકસિંહ ઝાલાએ વધુમાં જણાવેલ કે ભારતની જેમ અમેરીકામાં રહેતા ગુજરાતીઓ દ્વારા દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક સ્‍થળ અને તારીખ નક્કી કરી સૌ ગુજરાતીઓ એકત્રિત થાય છે અને વિવિધ પર્વની ઉજવણી કરીએ છીએ. તો કોરોના કાળના સમય દરમિયાન પણ અહિં અમેરીકામાં રહેતા દરેક ગુજરાતીઓએ ઝૂમ દ્વારા મીટીંગ કરી દવા, ઓક્‍સિજન સહિતની સામગ્રીઓ ગુજરાત પહોંચાડવા માટે સહયોગ આપ્‍યો હતો.

તેઓએ જણાવેલ કે હું ગુજરાતીયન્‍સ ઓફ નોર્થ અમેરીકા નામની સંસ્‍થાનો કો ફાઉન્‍ડર અને ડાયરેકટર છું, જયારે પ્રમોદભાઈ મિષાી કે જેઓ પ્રેસીડેન્‍ટ છે. તેમજ મારા પત્‍નિ ફાલ્‍ગુનીબા ઝાલા કે જેઓ ઈન્‍ડિયન એસોસીએશન ઓફ લોસ એન્‍જલસના વાઈસ પ્રેસીડેન્‍ટ છે.

તેઓએ વધુમાં જણાવેલ કે આગામી ૧લી મેના ગુજરાતના સ્‍થાપના દિવસે ગુજરાત ડે નામનું અમોએ શિર્ષક રાખેલ છે અને રાજકીય નેતાઓનો વિડીયો કલીપ દર્શાવવામાં આવશે ઉપરાંત લોકસાહિત્‍ય કલાકારો દ્વારા સાહિત્‍યરસ પીરસવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજવામાં આવશે.

તસ્‍વીરમાં ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી કનકસિંહ ઝાલા (મો. +૧૮૧૮૬૪૪૨૮૨૬), ફાલ્‍ગુનીબા ઝાલા તેમજ ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)(૩૭.૧૫)

મુળ લીમડીના ઝીંઝુવાડા ગામના રહેવાસી અને ૨૫ વર્ષથી અમેરીકામાં સ્‍થાયી ઉદ્યોગપતિ કનકસિંહ ઝાલાના પુત્રી દેવકીબા અમેરીકન આર્મીમાં ફરજ બજાવે છે : ૬ ભાઈઓનો આખો પરિવાર અમેરીકામાં જ સ્‍થાયી

અમેરીકાના લોસ ઍન્જલસમાં અનેક હોટલો ધરાવતા ઉદ્યોગપતિ કનકસિંહ ઝાલા બિઝનેસની સાથોસાથ સેવાકીય પ્રવૃતિઅો માટે પણ જાણીતા છે. તેઓઍ ‘અકિલા’ કાર્યાલય ખાતે તેમના પરિવારનો ઍક યાદગાર પ્રસંગ રજૂ કર્યો હતો.

કનકસિંહઍ જણાવેલ કે મારા માતા મનહરબા અને પિતા સ્વ.જશુભાને ચાર ધામની યાત્રા કરવાની ઈચ્છા હતી. તેઓની ઈચ્છા અનુસાર અમારો આખો પરિવાર સાથે રહી તેઓને ચાર ધામની યાત્રા પૂરી કરાવી હતી. તેમણે વધુમાં જણાવેલ કે મારા માતા મનહરબાઍ કૈલાશધામની યાત્રા કરવાની ઈચ્છા દર્શાવી તેઓની ઈચ્છાને માન આપી અમારો આખો પરિવાર ત્યાં જવા નીકળી પડ્યો હતો. દરમિયાન નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરે દર્શન કર્યા બાદ મારા પુત્ર દર્શનસિંહને ઍકાઍક તાવ આવી ગયો. ઘણી સારવાર દવા લીધી હોવા છતાં પણ તેમને તાવ ઉતરતો જ ન હતો. આમ છતાં મારા પુત્રઍ કૈલાશધામના દર્શન કરવાની જીદ્દ પકડી હતી. અમે ત્યાં પહોîચ્યા ત્યારે મારો પુત્ર ફોટા પાડી રહ્ના હતો. દરમિયાન તેણે રાડ પાડી અમને બોલાવ્યા અને કહ્નાં કે મને અહિં ભગવાન ભોળાનાથના દર્શન થયા. આ સાંભળી અમારો આખો પરિવાર ગદ્દગદ્દિત થયો હતો. દાદાના દર્શન કર્યા બાદ મારા પુત્રનો તાવ પણ ઍકાઍક ઉતરી ગયો હતો.

કનકસિંહ ઝાલાના પરિવારમાં ૬ ભાઈઓ છે અને તેમનો આખો પરિવાર અમેરીકામાં જ સ્થાયી છે. આ ઉપરાંત મહત્વની વાત ઍ છે કે કનકસિંહના સુપુત્રી કે જેઓનું નામ દેવકીબા ઝાલા છે. તેઓ અમેરીકન આર્મીમાં સેવા આપી રહ્ના છે. 

(9:53 pm IST)