News of Wednesday, 7th February 2018

યુ.એસ.ની કોર્નવેલ યુનિવર્સિટીની બિઝનેસ સ્‍કૂલના ડીન પદેથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી સૌમિત્ર દતાનું રાજીનામું : સ્‍કુલના બોર્ડ ઓફ પ્રોફેસરના પદ ઉપર ચાલુ રહેશે

ન્‍યુયોર્ક : અમેરિકાની કોર્નવેલ યુનિવર્સિટીનાી એસલી જોહનસન કોલેજ ઓફ બિઝનેસના ડીન પદેથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી સૌમિત્ર દતાએ રાજીનામું આપ્‍યું છે.

અચાનક આપેલા રાજીનામાનું કારણ જાણવા મળી શકયુ નથી. પરંતુ તેઓ સ્‍કુલના બોર્ડ ઓફ પ્રોફેસર પદ ઉપર ચાલુ રહેશે. તેવું સ્‍કુલના  સંચાલકોએ જણાવ્‍યું હતું.

શ્રી દતા આઇ આઇ ટી દિલ્‍હીના ગ્રેજયુએટ છે. તથા તેમણે ઇલેકટ્રીકલ એન્‍જીનીયરીંગ એન્‍ડ કોમ્‍યુટર સાયન્‍સ સાથ બી.ટેક. ડીગ્રી મેળવેલી છે. તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાંથી કોમ્‍યુટર સાયન્‍સ વિષય સાથે ડોકટરેટ કરેલુ છે. તથા માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે. તેમજ તેઓ એમ.બી.એ થયેલા છે.

(9:16 pm IST)
  • કેપટાઉન વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે 124 રને ભારતનો શાનદાર વિજય : ભારત 3-0થી સીરીઝમાં આગળ access_time 12:02 am IST

  • અંકલેશ્વરના માંડવા ગામમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ : જમીનના જુના ડખ્ખામાં થઈ જૂથ અથડામણ : બે બાઈક સળગાવાયા : ઘરોમાં થઈ તોડફોડ access_time 9:31 am IST

  • સંજય દત્ત અને માન્યતા દત્તે તેમના લગ્નજીવનના 10 વર્ષ પુરા કર્યા છે અને આ ખુશીમાં તેમણે પોતાના પરિવાર અને અંગત મિત્રો સાથે પાર્ટી સેલીબ્રેટ કરી હતી. પાર્ટીની આ તસ્વીરને સંજયની પત્ની માન્યતા દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં તેઓ પરિવાર અને મિત્રો સાથે નજરે પડે છે. access_time 11:34 pm IST