Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

બોલીવૂડ જાણીતા ગાયક ક્રિષ્નકુમાર કુન્નથ( કેકે )નું કોલકતામાં લાઇવ પરફોર્મન્સ દરમિયાન અવસાન

કેકે તરીકે જાણીતા સિંગરનું કોલકાતામાં નઝરૂલ મંચના કોન્સર્ટમાં પરફોર્મ કરતી વેળાએ હાર્ટએટેકથી નિધન

  મુંબઈ : બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણકુમાર કુન્નાથ)નું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે કોલકાતામાં નઝરૂલ મંચના કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો. તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMRI) ખાતે લગભગ મૃતક લાવવામાં આવ્યો હતો

  કેકે તરીકે જાણીતા આ ગાયકને સલમાનની ફિલ્મોના ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા

બોલીવૂડ પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું 53 વર્ષની વયે નિધન થયું છે.કોલકાતામાં એક કોન્સર્ટ દરમ્યાન તેમની તબિયત અચાનક બગડી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ કેકેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. તેઓના પોસ્ટમોર્ટમ બાદ જ તેઓના મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

કેકે બોલીવુડના પ્રખ્યાત સિંગર હતા, જેમણે અનેક ભાષામાં ગીત ગાયા છે. તેમને પોતાના અવાજથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. 90ના ગાયકામાં યારો ગીતથી સફળતાની સીડી ચઢનાર કેકેએ રોમેન્ટિકથી લઈને પાર્ટી સોંગ પણ ગાયા છે. પરંતુ હવે તેમના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. 

કેકે બોલીવુડના તે ગાયક હતા, જેની ગીત ક્યારેય જૂના થતા નથી. ખુદા જાને જેવું રોમેન્ટિક ગીત હોય, ઇટ્સ ધ ટાઇમ ટૂ ડિસ્કો અને કોઈ કહે કહતા રહે જેવા ડાન્સ નમ્બર્સ અને તડત તડપ કે કે ઇસ દિલ સે જેવા ગીત દિલમાં ઉતરી જાય છે. પરંતુ હવે આ અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો છે.

(12:42 am IST)