Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલને તબાહી મચાવી : 91 લોકોના મોત : 24 લોકો લાપતા ગયા અઠવાડિયે

ગયા અઠવાડિયે પેર્નમબુકોમાં ભારે વરસાદ પડ્યો ત્યારબાદ ભૂસ્ખલન થતા પ્રાકૃતિક મુશ્કેલીઓથી ગ્રસ્ત પહાડીઓને ભારે નુકસાન પહોંચ્યુ

બ્રાઝિલમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા 91 થઈ ગઈ છે અને 24 થી વધારે લોકો લાપતા છે. ઉત્તરી બ્રાઝિલના પરનામબુકો રાજ્યના અધિકારીઓએ આ જાણકારી આપી છે. એક સરકારી નિવેદન અનુસાર રાજ્ય અને કેન્દ્ર સરકારના સેંકડો બચાવ કર્મી લાપતા લોકોને શોધવામાં કાર્યરત છે.

દેશના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પરનામબુકોની રાજધાની રિસીફ અને આસપાસના જબોઆતાઓ ડોસ ગ્વારરાપેસના વિસ્તારનુ સોમવારે હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યુ. બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિએ કહ્યુ કે જમીન પર પરિસ્થિતિ એવી નથી કે હેલિકોપ્ટરને ઉતારી શકાય. બોલ્સોનારોએ કહ્યુ કે આપત્તિમાં જાનહાનિ થવાથી તેઓ દુખી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. 

ગયા અઠવાડિયે પેર્નમબુકોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે શુક્રવારે ભૂસ્ખલન થયુ. આનાથી પ્રાકૃતિક મુશ્કેલીઓથી ગ્રસ્ત પહાડીઓને ભારે નુકસાન પહોંચ્યુ. ક્ષેત્રીય વિકાસ મંત્રી ડેનિયલ ફરેરાએ કહ્યુ કે સરકાર તે નગર પાલિકાઓને ફંડ આપવામાં કાર્યરત છે જેમણે કટોકટી જાહેર કરી છે. તેમણે આવી મુશ્કેલીથી પીડિત શહેરો માટે ઉપલબ્ધ નવી ક્રેડિટ લાઇનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(10:50 pm IST)