Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પંજાબ પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટર થવાની ભીતિ વ્યક્ત કરી : પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના મુખ્ય આરોપીએ તિહાર જેલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

ન્યુદિલ્હી : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પંજાબ પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટર થવાની ભીતિ વ્યક્ત કરી છે.પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યાના મુખ્ય આરોપીએ તિહાર જેલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.

અરજીમાં તિહાર જેલના સત્તાવાળાઓને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેને અન્ય કોઈ રાજ્ય પોલીસને સોંપવામાં આવે તે પહેલાં તેના વકીલોને જાણ કરવા માટે નિર્દેશ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે મૂઝવાલાની રવિવારે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને પંજાબ પોલીસે આરોપ લગાવ્યો છે કે આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હતી.

કથિત આરોપી તરીકે અરજદારો નિષ્પક્ષ અને સાચી તપાસ અને ન્યાયી ટ્રાયલ માટે હકદાર છે અને ફરિયાદી ગુનાની સુનાવણીમાં સંતુલિત ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. તપાસ ન્યાયપૂર્ણ, ન્યાયી, પારદર્શક અને ઝડપી હોવી જોઈએ અને તપાસ અધિકારીએ કોઈપણ આરોપી વ્યક્તિના જીવનની સલામતીની ખાતરી કરવી જોઈએ,તેવું અરજીમાં જણાવાયું છે.

મૂઝવાલા (28)ની ગયા અઠવાડિયે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી જ્યારે તેઓ તેમના સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)માં મુસાફરી કરી રહ્યા હતા. પંજાબ પોલીસે કહ્યું છે કે બિશ્નોઈ ગેંગ આ હત્યામાં સામેલ હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)