Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મહારાષ્ટ્રના 'નાથ' બન્યા એકનાથ શિંદે : મુખ્યમંત્રી પદના શપથ લીધા : દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી : રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

મુંબઈ : એકનાથ શિંદે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ દેવેન્દ્ર ફડણવીસ પણ નાયબ મુખ્યમંત્રી બનવા માટે રાજી થઈ ગયા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શિંદેએ મરાઠીમાં શપથ લીધા. તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે સરકારમાં રહેશે નહીં અને બહારથી સરકારને મદદ કરશે. જોકે, બાદમાં જેપી નડ્ડા પોતે મીડિયા સામે આવ્યા અને કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ નાયબ મુખ્યમંત્રી બને.

પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેઓ શપથ લેવા ગયા ત્યારે ધારાસભ્યોએ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જણાવી દઈએ કે એકનાથ શિંદેએ શિવસેનાના 40 ધારાસભ્યો સાથે 50 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જ્યારે ભાજપના 106 ધારાસભ્યો છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે. 

 

(8:31 pm IST)