Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

શિવરાજસિંહના ભાષણ દરમિયાન લાઈટ ગૂલ થઈ

સિવિલ સર્વિસ ડેના સમારોહની ઘટના : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોલસાનું પણ સંકટ છે એમ કહી વાતને હળવાશથી વાળી લીધી

ભોપાલ, તા.૨૧ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સામે તે સમયે અજીબ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ જ્યારે ભાષણ દરમિયાન જ કાર્યક્રમમાં લાઈટ જતી રહી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ગુરૃવારે ભોપાલના વહીવટીતંત્ર એકેડેમીમાં સિવિલ સર્વિસ ડે પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓના આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કહાની સાંભળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન જ વિજળી ુલ થઈ ગઈ અને અંધારુ છવાઈ ગયુ. સાથે જ તેમનુ માઈક પણ ઓફ થઈ ગયુ. સ્થિતિને સંભાળતા સીએમ શિવરાજએ મંચ પરથી પૂછ્યુ, સંજય દુબે અહીં છે? સીએમ શિવરાજએ આગળ કહ્યુ, કોલસાનુ પણ સંકટ છે હજુ. કાલે સવારે જ સંજય સાથે વાત થઈ તો કહી રહ્યા હતા રેક વધારે અપાવી દો. કાર્યક્રમમાં લગભગ ૫ મિનિટ સુધી લાઈટ જતી રહી પરંતુ સીએમનુ ભાષણ ખતમ થયા પહેલા પાછી આવી ગઈ.

(8:01 pm IST)