Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

જસ્ટિસ સોનિયા ગોકાણી સામે 'અપમાનજનક' ભાષાનો ઉપયોગ : 64 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટે તિરસ્કારના આરોપો ઘડ્યા : કોર્ટના અવમાનના કાયદાની કલમ 11 અને 12 હેઠળ શિક્ષા થઇ શકે : વધુ સુનાવણી 10 જૂન, 2022 ના રોજ


અમદાવાદ : વર્ષ 2013માં ગુજરાત હાઈકોર્ટે 64 વર્ષીય વ્યક્તિ (આનંદ એચ ગોસ્વામી) 'અપમાનજનક ભાષા'નો ઉપયોગ કરવા બદલ જસ્ટિસ સોનિયા ગોકાણી સામે તિરસ્કારના આરોપો ઘડ્યા હતા.

કોર્ટે અવલોકન કર્યું હતું કે 2012ની ફોજદારી પરચુરણ અરજી નંબર 12353ના સંદર્ભમાં, ગોસ્વામી/પ્રતિવાદીએ ફેબ્રુઆરી 2013માં જસ્ટિસ ગોકાણીના ચારિત્ર્ય અને ક્ષમતા પર બિનજરૂરી બદનક્ષીભર્યો દાવો કર્યો હતો. નોંધનીય છે કે આનંદ એચ. ગોસ્વામી/પ્રતિવાદી વિરુદ્ધ અવમાનના કેસની શરૂઆત નવેમ્બર 2013માં કરવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ એવું માન્યું હતું કે ગોસ્વામીએ જસ્ટિસ ગોકાણી વિરુદ્ધ તેમના દ્વારા કરવામાં આવેલા સંદેશાવ્યવહારમાં અપમાન જનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

નોંધનીય છે કે જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ આરપી ઢોલરિયાની બેન્ચે 29 નવેમ્બર 2013ના રોજ ગોસ્વામીને નોટિસ ફટકારી હતી. હવે 19મી એપ્રિલ, 2022ના રોજ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ખંડપીઠે ગોસ્વામી પર નીચે મુજબનો આરોપ મૂક્યો છે:- 1. તમે આ કોર્ટના માનનીય જજ વિરુદ્ધ બદનક્ષીભરી ભાષાનો ઉપયોગ કર્યો છે. આ રીતે તમે માનનીય ન્યાયાધીશના ચારિત્ર્ય અને ક્ષમતા પર બિનજરૂરી બદનક્ષીભર્યું નિવેદન કરીને અરજી નંબર 12353 ક્રિમિનલ મિસેલેનિયસ ઓફ 2012ના સંદર્ભમાં વ્યક્તિગત જજ અને સમગ્ર કોર્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પૃષ્ઠભૂમિ સામે, અદાલતે તારણ કાઢ્યું હતું કે આ કૃત્યો દ્વારા ગોસ્વામીએ ન્યાયના વહીવટમાં દખલ અને અવરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટના અવમાનના કાયદાની કલમ 11 અને 12 હેઠળ શિક્ષાપાત્ર કૃત્યોની નોંધ લેતા, કોર્ટે નિર્દેશ આપ્યો કે ગોસ્વામી પર આ આરોપ પર કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવે. આ મામલો હવે 10 જૂન, 2022 ના રોજ વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:55 pm IST)