Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

૨૫૦ ફુગ્‍ગાઓ પર સવાર થઈને આકાશમાંથી ઉતરી દુલ્‍હન મહેમાનો જોતા જ રહી ગયા એન્‍ટ્રી !

નવી દિલ્‍હી, તા.૨૧: આજકાલ લગ્નોમાં રિવાજો ઓછા અને ઢોંગ વધુ જોવા મળે છે. લગ્નમાં થયેલા ખર્ચાઓ અને ફ્રિલ્‍સના આધારે લોકો નક્કી કરે છે કે લગ્ન કેટલા સારા હતા. નવા ટ્રેન્‍ડમાં દુલ્‍હનની એન્‍ટ્રી પર ઘણું ધ્‍યાન આપવામાં આવે છે. ક્‍યારેક ઝુલામાંથી કન્‍યા આવે છે તો ક્‍યારેક ભાઈઓના ખોળામાં ચડતી હોય છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્‍હન આકાશમાંથી સીધી નીચે ઉતરીને લગ્ન સ્‍થળે પહોંચી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નમાં આવેલા મહેમાનો લગ્નના વેન્‍યુ પર પહોંચવા માટે કન્‍યાની રાહ જોઈ રહ્યા છે, જયારે સફેદ ડ્રેસમાં એક દેવદૂત આકાશમાંથી સફેદ ફુગ્‍ગાઓ પર સવારી કરતો દેખાય છે. ફુગ્‍ગા નીચે આવતા જ લોકોને ખબર પડી કે તે કન્‍યા છે, જે લગ્ન માટે આકાશમાંથી સીધી નીચે ઉતરી રહી છે.
સામાન્‍ય રીતે વિદેશમાં દુલ્‍હન તેમના પિતા સાથે લગ્નના સ્‍થળે આવે છે. તેની સાથે તેના સંબંધીઓ, મિત્રો અને નજીકના લોકો હાજર હોય છે. પરંતુ આ ઇટાલિયન દુલ્‍હન ૨૫૦ હિલિયમ બલૂનની   મદદથી નીચે ઉતરી હતી. આ વીડિયોને ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરવામાં આવ્‍યો છે અને તેને ૪૦ લાખ લોકોએ જોયો છે. ડોલ્‍સે એન્‍ડ ગબન્ના વેડિંગ ગાઉનમાં સજ્જ, દુલ્‍હન હવામાં ફુગ્‍ગાઓ દ્વારા નીચેઉતરતી જોવા મળી રહી છે. તેના કપાળ પર હીરાનો મુગટ છે અને તે એક પરી જેવી દેખાય રહી છે.
આ વીડિયોને ઈન્‍સ્‍ટાગ્રામ પર ક્‍તષ્ટંતર્શીળંરુશ નામના એકાઉન્‍ટથી શેર કરવામાં આવ્‍યો છે. આ વેડિંગ પ્‍લાનરનું એકાઉન્‍ટ છે જેણે આ ભવ્‍ય લગ્નનું આયોજન કર્યું છે. વીડિયોમાં કેપ્‍શન આપવામાં આવ્‍યું છે - ઙ્કહવામાં ઊડતુંઙ્ઘ વીડિયોમાં મહેમાનો તેને નીચેથી હાથ હલાવી રહ્યા છે, જયારે તેનો ફોટો નીચેથી લેવામાં આવી રહ્યો છે. દુલ્‍હન પણ પૂરા આત્‍મવિશ્વાસ સાથે બલૂન ચલાવતી જોવા મળે છે. વીડિયો જોયા બાદ લોકોએ પ્‍લાનરના વખાણ કર્યા છે

 

(4:05 pm IST)