Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

મહારાષ્ટ્ર સરકારના આદેશ વિરુદ્ધ અનેક શાળાઓ ખુલી ગઈ :અંગ્રેજી શાળાઓના સંગઠને કર્યો બળવો

મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશને શાળા શરૂ કરવાની મંજૂરી માંગવા સાથે સરકાર માંગ નહિ સ્વીકારે તો 17 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની પણ ચેતવણી આપી હતી

મુંબઈ :કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા અને વિદ્યાર્થીઓને તેનાથી સુરક્ષિત રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ રહી જાય છે.

આ તર્કના આધારે મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશને (MESTA) શાળા શરૂ કરવાની મંજૂરી માંગી હતી. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો 17 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની પણ આ સંગઠને ચેતવણી આપી હતી.

જ્યારે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, ત્યારે સોમવારે (17 જાન્યુઆરી) વિવિધ શહેરો અને ગામડાઓમાં મેસ્ટા સાથે સંકળાયેલી કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી.

મેસ્ટાના પ્રમુખ સંજય તાયડે પાટીલે ઔરંગાબાદના ગ્રામીણ ભાગોમાં લગભગ 250 શાળાઓ શરૂ કરવાનો દાવો કર્યો છે. તેમના દાવા મુજબ નાગપુરમાં પણ 30 થી 40 શાળાઓ ખોલવામાં આવી હતી. મેસ્ટા તરફથી કહેવામાં આવ્યું છે કે વિવિધ શહેરોમાં કેટલી શાળાઓ ખોલવામાં આવી તેની વિગતો ટૂંક સમયમાં આપવામાં આવશે.

શાળા ખોલવાના સમર્થનમાં, મેસ્ટા સંગઠનના સ્થાપક પ્રમુખ ડૉ. સંજય તાયડે પાટીલે જણાવ્યું હતું કે, "જાહેરાત મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ શરૂ થઈ છે. શહેરી ભાગોમાં પણ આઠમા ધોરણથી ઘણી શાળાઓ શરૂ કરવામાં આવી છે. કેટલીક શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

આ મુદ્દે સાંસદ સુપ્રિયા સુલેએ પણ અમારી સાથે ફોન પર વાત

(11:32 pm IST)