Gujarati News

Gujarati News

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પ્રાદેશિક નગરપાલિકા નિયામકમાં ધોરાજી નગરપાલિકા વિરુદ્ધમાં નવા કરવેરા નાખતા કલમ 258 હેઠળ રદ કરવાની માગણી સાથે લેખિતમાં ફરિયાદ કરી: ધોરાજી નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનો વેરો તેમજ દિવાબત્તી વેરો અને સામાન્ય સફાઈ કર વેરા નવા વધારતા કોરોનાના કપરા સમયની અંદર ધોરાજીની એક લાખની જનતા ઉપર નવા વેરા વધારતા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ પ્રાદેશિક કમિશનર રાજકોટ કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ નોંધાવી: ધોરાજીમાં દરેક મિલકત દીઠ રૂપિયા 840 નો નવો વેરો વધાર્યો: એક જ મિલકતના ચારચાર બિલો આપતાં સમગ્ર ધોરાજીમાં વિવાદ સર્જાયો: કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પ્રજા ઉપર નવા વેરાના ડામ દેતા લોકોમાં વિરોધ જોવા મળ્યો access_time 8:47 pm IST