Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

બળાત્કાર કેસમાં જામીન નહીં આપવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આસારામ બાપુનો સુપ્રીમ કોર્ટમાં પડકાર : ગોડમેન આસારામ બાપુએ તેમની મોટી ઉંમર અને ટ્રાયલનો કોઈ નિષ્કર્ષ નહીં આવતા જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી : નામદાર કોર્ટે ગુજરાત રાજ્યને નોટિસ પાઠવી : આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ

ન્યુદિલ્હી : બળાત્કાર કેસમાં જામીન નહીં આપવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આસારામ બાપુએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.જે અંતર્ગત ગોડમેન આસારામ બાપુએ તેમની મોટી ઉંમર અને ટ્રાયલનો કોઈ નિષ્કર્ષ નહીં આવતા જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.જેના અનુસંધાને નામદાર કોર્ટે ગુજરાત રાજ્યને નોટિસ પાઠવી છે.જેની આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

ગોડમેને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે જેણે 2013 માં તેની સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

ગુજરાતની બે બહેનો ઉપર બળાત્કાર અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના આરોપોનો સામનો કરી રહેલા સ્વયંભૂ ગોડમેન આસારામ બાપુએ તેમની મોટી ઉંમર અને ટ્રાયલના નિષ્કર્ષ પર પહોંચવાના કોઈ સંકેતના અભાવે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિકુમારની ખંડપીઠે ગુજરાત રાજ્યને નોટિસ પાઠવી છે અને આ કેસની સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

(8:38 pm IST)