Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

છેલ્લા કેટલાક વર્ષમાં ભારતમાં સિંહની વસ્તી વધી

પીએમ મોદીએ વિશ્વ સિંહ દિવસ પર શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, તા. ૧૦ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ પર આ વન્યજીવના સંરક્ષણમાં જોડાયેલા લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યુ કે દેશને આ જાણીને ખુશી થશે કે ગત કેટલાક વર્ષમાં ભારતમાં સિંહની વસ્તીમાં ધીમે ધીમે વધારો થયો છે.

વડાપ્રધાને એક ટ્વીટમાં કહ્યુ, સિંહ રાજસી અને સાહસી હોય છે. ભારતના એશિયન સિંહનું ઘર હોવા પર ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર હું તે તમામને શુભેચ્છા પાઠવુ છુ જે તેના સંરક્ષણને લઇને ગંભીર છે. તમને આ જાણીને ખુશી થશે કે ગત કેટલાક વર્ષમાં ભારતમાં સિંહની વસ્તીમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે.

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે ૧૦ ઓગસ્ટે મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય સિંહના શિકારને રોકવા અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને કહ્યુ કે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગીરના સિંહો માટે સુરક્ષિત સ્થળ સુનિશ્ચિત કરવાના કામની તક મળી હતી.

પીએમ મોદીએ કહ્યુ, સિંહને સુરક્ષિત ઠેકાણુ સુનિશ્ચિત કરવા અને પ્રવાસન વધારવા માટે આ અભિયાનમાં સ્થાનીક લોકોને સામેલ કરવા અને વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રચલનોને અપનાવવા સહિત કેટલાક પગલા ભરવામાં આવ્યા હતા.

(4:10 pm IST)