Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ત્રાસવાદી હુમલાનો ઘટનાક્રમ

હુમલામાં ત્રણ-ચાર ત્રાસવાદીઓ સામેલ હતા

        જમ્મુ,તા.૧૦ : જમ્મુ -પઠાણકોટ માર્ગ પર સુંજુવાનમાં આજે વહેલી પરોઢે ભારતીય સેનાના કેમ્પ પર ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરી દીધો હતો. જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. આજે વહેલી પરોઢે પાંચ વાગ્યાની આસપાસ ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. કઇ રીતે હુમલો કરવામાં આવ્યો તે અંગેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

*    જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સુંજુવાન ખાતે હુમલો કરવામાં આવ્યા બાદ સેના સક્રિય થઇ

*    વહેલી પરોઢે પાંચ વાગ્યાની આસપાસ ત્રાસવાદીઓ કેમ્પ નજીક પહોંચી ગયા

*    કેમ્પમાં પાછલા બારણેથી ઘુસ્યા બાદ ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જેમાં બે જવાન શહીદ થઇ ગયા હતા. જેસીઓ મોહમ્મદ અશરફ મીર અને મદન લાલ શહીદ થયા હતા

*    જવાનો અને પરિવારના સભ્યોને બચાવી લેવા માટે આ જવાન શહીદ થયા હતા

*    આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ-ચાર ત્રાસવાદીઓ સામેલ હોવાના હેવાલ મળ્યા

*    આર્મી કેમ્પની ચારેબાજુ વન્ય વિસ્તાર હોવાના કારણે ત્રાસવાદીઓને હુમલો કરવામાં સરળતા રહી

*    સવારમાં ૪.૫૫ વાગ્યાની આસપાસ અંધારાનો લાભ લઇને હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી જમ્મુના આઇજી એસડી સિંહે પુરી પાડી

*    ત્રાસવાદી હુમલામાં ત્રણથી વધુ ભારતીય જવાનો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડાયા

*    જમ્મુકાશ્મીરમાં ભારતીય સેનાને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદી વારંવાર હુમલા કરી રહ્યા છે

*    ભારતીય સેનાના ઓપરેશન ઓલઆઉટના પરિણામસ્વરૂપે ત્રાસવાદીઓમાં ભારે ફફડાટ ફેલાયેલો છે અને ત્રાસવાદીઓ હાજરી પુરવાર કરવા હુમલા કરી રહ્યા છે

*    હુમલો કરવામાં આવ્યા બાદ સેનાએ ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યુ

*    ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે

*    જમ્મુ શહેરમાં રેડ એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી ચુકી છે

*    અફઝલ ગુરૂને ફાંસીની વરસીના દિવસે હુમલા કરવામાં આવી શકે છે તેવી બાતમી મળી હતી

*        હાલમાં હોસ્પિટલ પર હુમલો કરીને ત્રાસવાદીઓ પોતાના સાથીને છોડાવી લેવામાં સફળ થઇ ગયા  હતા

(7:08 pm IST)