News of Friday, 9th February 2018

હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાત નહીં આવે!

નવી દિલ્હી, તા.૯ : બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરખબર બતાવવામાં નહીં આવે : સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે લોકસભામાં જણાવ્યું કે, ફૂડ એન્ડ બેવરેજ અલાયન્સ ઓફ ઈન્ડીયા (એફબીઆઈએ)એ બાળકોને ધ્યાનમાં રાખી કેટલાક ફૂડ અને ડ્રિંકસની જાહેરખબરોને નહીં બતાવવાનો સ્વેચ્છાએ નિર્ણય કર્યો છે.

૯ જાણીતી ફૂડ કંપનીઓએ બાળકોની ચેનલોમાં આવી જોહરખબર ન આપવાની ખાતરી આપી છે. જો કે સરકારે જણાવ્યું કે, ટીવી પર આ જોહરખબરોના પ્રતિબંધનો પ્રસ્તાવ નથી. (૨૪.૫)

(4:44 pm IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST