Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

2016 ની સાલમાં કલેક્ટરના આદેશ છતાં હજુ સુધી આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું નથી : ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : અમે રાજ્ય સરકારને શાળાઓ, હોસ્પિટલો, સ્વિમિંગ પુલ અથવા તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કહી શકીએ નહીં : નામદાર કોર્ટની ટિપ્પણી : આગામી સુનાવણી 19 નવેમ્બરના રોજ

અમદાવાદ : ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી હતી કે
અમે રાજ્ય સરકારને શાળાઓ, હોસ્પિટલો, સ્વિમિંગ પુલ અથવા તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કહી શકીએ નહીં .

2016માં કલેક્ટરના આદેશો હોવા છતાં સત્તાવાળાઓએ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ કર્યું નથી.તેવી જાહેર હિતની અરજીની સુનાવણીમાં નામદાર કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. રાજ્યને શાળા-હોસ્પિટલ બાંધવા જણાવવાની અમારી ફરજ નથી તેમ જણાવ્યું હતું. ઉપલબ્ધ સંસાધનોના આધારે તે સરકારે નક્કી કરવાનું છે.

કોર્ટ એ હકીકત પર પ્રકાશ પાડતી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી કે 2016 માં કલેક્ટરના આદેશો હોવા છતાં સત્તાવાળાઓએ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ કર્યું નથી.

સુનાવણીના અંતે, કોર્ટે રાજ્ય અને સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવી હતી અને મામલાની વધુ સુનાવણી 19 નવેમ્બરે રાખી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)