Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાને એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે અકસ્માત: એપોલો હોસ્પિટલમાં દાખલ

પુણેમાં ફેશન શોમાં ભાગ લઇ પરત ફરતી વેળાએ મલાઈકા અરોરાની કારને અકસ્માત: એક્સપ્રેસ વે પર ખોપોલી ખાતે ત્રણ વાહનોની ટક્કર: મલાઈકાને નજીવી ઈજા

  • મુંબઈ :  પુણેમાં ફેશન શોમાં ભાગ લીધા બાદ મુંબઈ પરત આવતી વખતે મલાઈકાની કારને  એક્સપ્રેસ વે પર ખોપોલી ખાતે અકસ્માત નડ્યો હતો. એક્સપ્રેસ વે પર ખોપોલી ખાતે ત્રણ વાહનોની ટક્કરમાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
  •  પોલીસના જણાવ્યા પ્રમાણે મલાઈકાને સારવાર માટે નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે હાલ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. તપાસ બાદ આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે. શનિવારે બપોરે મલાઇકા એક ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા ગઇ હતી. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ ઇવેન્ટની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.
 
 
(10:20 pm IST)