Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ચીની બિઝનેસમેન ૧૦ બોકસ સિકકા લઇને ૩૯ લાખની BMW ખરીદવા નીકળ્યો

બીજીંગ તા. રપઃ ચીનના એક લકઝુરિયસ ગાડીના શોરૂમમાં બિઝનેસમેને પહેલાં તો પોતાના માટે હપ્તેથી BMW સિરીઝની લગભગ ૩૯ લાખની કિંમતની લકઝુરિયસ ગાડી બુક કરાવી. જો કે એ પછી તેણે જે કર્યું એ શોરૂમના સેલ્સમેન માટે મોટો આઘાત હતો. સ્થાનિક ચીની અખબારોમાં બિઝનેસમેનની ઓળખ છતી નથી કરવામાં આવી, પરંતુ તેણે પોતાની ગાડીમાંથી દસ મોટાં બોકસ ભરીને સિકકા કાઢયા. ડાઉન પેમેન્ટના સાત લાખ રૂપિયા આ ભાઇએ સિકકામાં ચૂકવ્યા. શોરૂમનો સેલ્સમેન અને બીજા ચાર કર્મચારીઓએ જમીન પર સિકકા ફેલાવીને કલાકો સુધી ગણતરી કરી ત્યારે સાત લાખ રૂપિયાની કિંમતના ચલણી સિકકાનું કાઉન્ટિંગ પુરૃં થયું. બિઝનેસમેનની દલીલ હતી કે તેણે લકઝુરિયસ ગાડી ખરીદવા માટે એક-એક પાઇની બચત કરીને આ રકમ એકઠી કરી છે. જોકે હવે શોરૂમવાળાને એ રાહત છે કે હવે પછીના હપ્તા તે ચલણી સિકકામાં નહીં પણ ચેકથી જ આપવાનો છે.

(3:36 pm IST)