Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

૩૦ માળની ઇમારત પર ચીને બનાવ્યું આખું શહેર

વિડિયો જોઇને લોકોએ ચીનના આર્કિટેકટના વખાણ કર્યા ઘણા લોકોએ લખ્યું છે કે આ એકદમ આશ્ચર્યજનક છે : ગ્રાઉન્ડ ફલોરથી કૂદતા જ ભેટી શકો છો મોતને

નવી દિલ્હી,તા.૨૧: ચીન ભલે આજની તારીખમાં કોરોનાને કારણે બદનામ થઈ ગયું હોય, પરંતુ આ દેશના એન્જિનિયરોની હંમેશા પ્રશંસા થતી રહી છે. ચીને હંમેશા એવી વસ્તુઓ બનાવી છે, જેનાથી આખી દુનિયા ચોંકી જાય છે. પછી ભલે તે કોરોના જેવો વાયરસ હોય કે પછી કોઈ અદભૂત કારીગરી. આ દિવસોમાં ચીનનું એક શહેર, જેને માઉન્ટેન સિટી પણ કહેવામાં આવે છે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચોંગકિંગ નામનું આ શહેર પહાડો પર આવેલું છે. આટલી ઊંચાઈએ વસેલા શહેરની તસવીરોએ સૌને ચોંકાવી દીધા. ચોંગકિંગ શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચીનની અન્ય ઈમારતો પ્રમાણે આ શહેર ત્રીજા માળે આવેલું છે. તેનું ગ્રાઉન્ડ ફ્લોર એટલી ઉંચાઈ પર છે કે જો કોઈ ત્યાંથી પડી જાય તો તેના માટે બચવું અશક્ય છે.
પહાડો કાપીને આ શહેરની સ્થાપના કરવામાં આવી છે. Instagram પર cityscape_discovery નામના એકાઉન્ટ પર આ શહેર શેર કરવામાં આવ્યું છે. આટલી ઊંચાઈએ વસવાટ છતાં આ શહેરમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આ વીડિયો જોઈને લોકોએ ચીનના આર્કિટેક્ટના વખાણ કર્યા. ઘણા લોકોએ લખ્યું છે કે આ એકદમ આશ્ચર્યજનક છે.
ચીનના કારીગરોએ બનાવેલી વસ્તુઓ ઘણી જ સારી છે, ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું છે. જોકે ઘણા લોકોએ લખ્યું છે કે આ શહેર મુસાફરી માટે સારું છે, પરંતુ રહેવા માટે નહીં. તે જ સમયે એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે તેને આ શહેરમાં એક પણ વૃક્ષ અને છોડ દેખાતો નથી. આ શહેરનો વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીંની કુલ વસ્તી લગભગ ૩૫ મિલિયન છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.  વીડિયો પર લોકો વિવિધ કોમેન્ટસ કરી રહ્યાં છે.  લોકો આ શહેરના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે અને તેની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

 

(2:53 pm IST)