News of Friday, 12th January 2018

જાપાનમાં ભારે વરસાદના કારણે 15 કલાક સુધી 430થી પણ વધુ લોકો ટ્રેનમાં ફસાયા

નવી દિલ્હી: જાપાનમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રવિવારના રોજ 430થી પણ વધુ લોકો રાતભર ટ્રેનમાં ફસાઈ ગયા હતા.જેઆર ઇસ્ટ રેલવે કંપનીની શાખાના પ્રવક્તા સિનીચી સેકીએ જણાવ્યું કે લગભગ 15 કલાક સુધી ટ્રેન રોકાઈ જતા ભારે હાલાકી સર્જાઈ ગઈ હતી જેના કારણે 430થી પણ વધુ મુસાફરો ફસાઈ ગયા હતા.સેકીએ યાત્રિકોને 15કલાક સુધી થયેલ મુશ્કેલી બાબતે માફી પણ માંગી છે.

(6:33 pm IST)
  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા access_time 9:31 am IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • વડોદરામાં શાળા બંધ સમયે વાલીઓ સ્કુલ સંચાલકો વચ્ચે ઉગ્રતાઃ વાલીઓએ શાનેન સ્કુલ બંધ કરાવ્યાના હેવાલઃ પરીક્ષા ચાલતી હતી access_time 11:32 am IST